રાજકોટમાં આગ બુઝાવવાની તાલીમ આપવા ફાયર વિભાગ કાર્યરત, અરજી કરો સત્વરે ફ્લેટમાં મોકડ્રિલ યોજાશે

રાજકોટમાં આગ બુઝાવવાની તાલીમ આપવા ફાયર વિભાગ કાર્યરત, અરજી કરો સત્વરે ફ્લેટમાં મોકડ્રિલ યોજાશે

રાજકોટની હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગના બનાવ અટકે એ હેતુથી મનપાના ફાયર વિભાગ દ્વારા તા.31-01-2023થી તા.31-12-2023 એમ એક વર્ષ સુધી સુધી શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગમા દૈનિક એક મોકડ્રીલ કરવાનું નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે મનપા દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે ફાયર શાખામાં પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે અને આગ લાગે ત્યારે કેવી સાવચેતી રાખવી તેની તાલીમ આપવામાં આવશે.

સ્વસ્તિક હાઈલેન્‍ડમાં મોકડ્રિલ યોજાઈ
જે અંગે પ્રથમ મોકડ્રીલ સ્વસ્તિક હાઈલેન્‍ડ, રૈયા રોડ ખાતે કરવામાં આવી હતી. આ ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સ્વસ્તિક હાઈલેન્‍ડ, શાંતીનગર, રૈયા ધાર, રૈયા રોડ ખાતે બિલ્ડીંગના 130 જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોનો, આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ આપી હતી.

સિટી બસમાં ગેરરીતિ આચરતા 7 કંડકટર સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 7 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ અને 2 કંડકટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.3.46 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક સપ્તાહમાં સિટી બસમાં 1.71 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.22,100ની પેનલ્ટી કરાઈ છે. સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 20 મુસાફર પાસેથી રુા.2,200નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow