એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

આ છે રાજકોટ એસટી ડિવિઝનની એક્સપ્રેસ બસની બદતર હાલત. 30 જુલાઈના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 151 નવી એસ.ટી. બસોને લીલીઝંડી આપવામાં આવી. જેમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનને નવી 8 બસ ફાળવવામાં આવી. હાલ જે ગંદકીના દૃશ્યો જોવા મળી રહ્યા છે, તે આ નવી નકોર બસના જ છે. એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યએ જુનાગઢથી રાજકોટ આવતી વખતે મુસાફરી દરમિયાન આ દૃશ્ય પોતાનો મોબાઇલમાં કેદ કરી દીધા હતા.બાદમાં આ અંગે આજે એસ.ટી.ના વિભાગીય નિયામક અને વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

નવી નકોર બસમાં ગંદકીના ગંજ, ઓનલાઇન પેમેન્ટથી ટિકિટ મેળવવા માટેનું મશીન બંધ તથા એસ.ટી. બસ અને આ બસમાં બેસેલા મુસાફરોને આપવામાં આવેલી ટિકિટના નંબર અલગ-અલગ હોવા મામલે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્યના વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને રાજકોટ એસટી એસટીના વિભાગીય નિયામકને આપેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી. ડેપોનો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ફરી એક વખત સામે આવ્યો છે.બસોની સફાઈ માટે આધુનિક મશીનો દરેક ડેપોમાં કરોડોના ખર્ચે આપવામાં આવ્યા છે. જોકે, બસ બહારથી સારી દેખાય પરંતુ, અંદર ઉકરડા અને કચરાના ગંજ ખડકાયા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનનું રાજકોટ ડેપોની એસ.ટી બસમાં સૂરસૂરિયું થઈ ગયું છે. તાજેતરના પાણીના પરબ પાસે સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. હવે બસની અંદર પણ વડાપ્રધાનના સ્વચ્છ ભારતનું સપનું રોળાયું હોય એવું લાગી રહ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow