ઓઈલી અને ડ્રાય સ્કિન માટે અલગ-અલગ મોઈશ્ચરાઇઝર?

ઓઈલી અને ડ્રાય સ્કિન માટે અલગ-અલગ મોઈશ્ચરાઇઝર?

હાલ કડકડતી ઠંડી ચાલી રહી છે. શિયાળાની ઋતુ સ્કિન માટે દુશ્મનથી ઓછી નથી. શિયાળાની ઋતુમાં ત્વચામાં ડ્રાયનેસ અને ધબ્બા સામાન્ય છે.  

જેથી લોકો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે બજારમાં જાય છે અને રેન્ડમલી કોઈપણ મોઈશ્ચરાઇઝરનું 'ફેમિલી પેક' લે છે. તો ઘણી વખત ટીવી પર જાહેરાત જોઈને અથવા તો ફેવરિટ ફ્રૂટ કે ફ્લેવર અથવા દેખાદેખીમાં મોઈશ્ચરાઈઝરની ખરીદી કરી લઈએ છીએ.  

તો બીજી તરફ આખો પરિવાર એક જ મોઈશ્ચરાઈઝર લગાવે છે. જો તમે પણ આવું કરતા હોવ તો આ ટેવ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કોમળ ત્વચા માટે લાવવામાં આવેલ મોઈશ્ચરાઈઝર ઈન્ફેક્શન અને એલર્જીનું કારણ પણ બની શકે છે.  

તો ચાલો જાણીએ ગ્લોઈંગ અને કોમળ ત્વચા માટે યોગ્ય મોઈશ્ચરાઈઝર અને તેના ઘરગથ્થુ ઉપાયો.  

આવો જાણીએ ત્વચાની જરૂરિયાતને સમજ્યા વિના મોઈશ્ચરાઈઝર લગાવવાથી શું નુકસાન થઈ શકે છે?

મેકઓવર આર્ટિસ્ટ પ્રિયંકા સિંહ જણાવે છે કે, કોઈ બીજાનું મોઈશ્ચરાઈઝર વાપરવું એ કોઈ બીજાની દવા લેવા બરાબર છે. જેમ કે દરેકના રોગ અને દવાઓ અલગ-અલગ હોય છે; એ જ રીતે દરેક ત્વચાની જરૂરિયાત અને કાળજી પણ અલગ-અલગ રીતે કરવામાં આવે છે.

આ માટે પહેલા તમારી ત્વચાની જરૂરિયાતોને સમજો. તે પછી જ ઘરગથ્થુ ઉપચાર અથવા બજારમાંથી મોઇશ્ચરાઇઝર લાવો. મોઇશ્ચરાઇઝરનું ફેમિલી પેક લાવવાની ભૂલ તો બિલકુલ ન કરો.. દરેકની જરૂરિયાતો અલગ-અલગ હોય છે.  

ડ્રાય અને ઓઈલી સ્કિન માટે અલગ-અલગ મોઇશ્ચરાઇઝર
પ્રિયંકા સિંહ વધુમાં જણાવે છે કે, ડ્રાય અને ઓઈલી સ્કિન માટે વિવિધ પ્રકારના મોઇશ્ચરાઇઝર આવે છે. ડ્રાય સ્કિન માટે મોઇશ્ચરાઇઝર ક્રીમના સ્વરૂપમાં બજારમાં મળે છે.  

જ્યારે તે ઓઈલી સ્કિન માટે પ્રવાહી સ્વરૂપમાં ક્રીમ બજારમાં મળે છે. આ બંને અલગ અલગ રીતે પણ કામ કરે છે.  

આ સ્થિતિમાં કોઈની ડ્રાય સ્કિન છે અને જો તે લિક્વિડ મોઇશ્ચરાઇઝર લગાવે છે અથવા જો તે ઓઈલી સ્કિન સાથે મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવે છે, તો તેની ત્વચા ખરાબ થઈ જશે.  

જો તમને કોઈ ખાસ ફળથી એલર્જી હોય, તો તમારું મોઈશ્ચરાઈઝરની પસંદગી કરતા સમયે ધ્યાન રાખો
આજકાલ બજારમાં મળતા મોઈશ્ચરાઈઝર પણ ફ્રૂટ પલ્પ કે ડ્રાયફ્રુટ્સમાંથી બનાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ચોક્કસ ફળની એલર્જી હોય છે.  

આ સ્થિતિમાં આ મોઈશ્ચરાઈઝર ત્વચાની સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ ક્રીમની પસંદગી કરતી વખતે જુઓ કે તેમાં કઈ વસ્તુઓ છે અને તમને તેનાથી એલર્જી છે કે કેમ.

મોઇશ્ચરાઇઝર માટે હોમમેઇડ ઉપાય બેસ્ટ છે
આજકાલ બજારમાં મળતા મોઈશ્ચરાઈઝર ઉપરાંત તમે ઘરેલું ઉપચારથી પણ ત્વચાની સંભાળ કરી શકો છો.  

સારી વાત એ છે કે આ વસ્તુઓ સરળતાથી મળી રહે છે અને તેની કોઈ આડઅસર થતી નથી.

આ માટે એલોવેરા જેલ, દૂધ, મધ, નારિયેળ તેલ, બદામ તેલ, ઓલિવ ઓઈલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow