CMનું એલાન, 2જા બાળક પર એક ઈન્ક્રિમેન્ટ, ત્રીજા બાળકના જન્મ પર ડબલ, સાથે બીજા ઢગલાબંધ લાભ

CMનું એલાન, 2જા બાળક પર એક ઈન્ક્રિમેન્ટ, ત્રીજા બાળકના જન્મ પર ડબલ, સાથે બીજા ઢગલાબંધ લાભ

ચીનમાં સરકાર લોકોને વધુને વધુ બાળકો પેદા કરવા માટે જાતજાતની ઓફર આપતી હોય છે તેવી વાતો આપણા સાંભળવામાં ઘણી વાર આવે છે પરંતુ હવે પહેલી વાર આપણા ભારતમાં જ એક રાજ્યમાં ઘટતી જતી વસતી વધારવા માટે મુખ્યમંત્રીએ લોકોને વધુ બાળકો પેદા કરવાનું આહવાન કરીને તેમને માટે જાતજાતના લાભ આપતી આકર્ષક યોજનાનું એલાન કર્યું છે.

સિક્ક્મિના મુખ્યમંત્રી પ્રેમસિંહે તમાંગે કર્યું એલાન

દેશના સિક્ક્મિ રાજ્યના નાગરિકો માટે મુખ્યમંત્રી પ્રેમસિંહે તમાંગે વધુ બાળકો પેદા કરવા આકર્ષક ઑફર આપી છે. દક્ષિણ સિક્કિમમાં એક કાર્યક્રમ દરમિયાન સિક્કિમના સ્થાનિક જનસમૂદાયની ઘટતી જતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા સીમ તમાંગે કહ્યું કે સીએમ કહ્યું કે ઘટના જતાં જન્મદરને અટકાવવા માટે પ્રોત્સાહન યોજના જરૂરી બની છે.   નેશનલ એવેરેજ 2 ની સરખામણીએ સિક્કિમાં જન્મ દર માત્ર 1.1  જ છે.   તમાંગે કહ્યું કે જો સિક્કિમાં અત્યારે કોઈ પગલા નહીં ભરવામાં આવે તો ભવિષ્યમાં આ સમસ્યા મૂશ્કેલ બનશે

મહિલાઓને આખું વર્ષ રજા, પુરુષોને 30 દિવસ આરામ
સિક્કિમ સરકારે  બાળકના જન્મ માટે  મહિલા કર્મચારીઓની મેટરનિટી લીવ 365 કરી દીધી છે. પુરુષોને પણ પિતા બનવાના પ્રસંગે 30 દિવસની રજાની જોગવાઈ કરી છે જેથી તેઓ બાળકના ઉછેરમાં સહયોગ આપી શકે.

વધામણી રૂપે એકસાથે બે પગાર વધારાનો લાભ
આ ઉપરાંત મહિલા કર્મચારીઓ બીજા બાળકને જન્મ આપે તો તેમને એક ઈન્ક્રિમેન્ટ એટલે કે પગારમાં વધારાનો રાજ્ય સરકારે પ્રસ્તાવ મૂક્યો છે. વાત અહીંથી નથી અટકતી જો મહિલા ત્રીજા બાળકને જન્મ આપે તો એક સાથે બે પગાર વધારા મેળવવાની પણ હકદાર બનશે.. જો કે આ નાણાકીય લાભ એક જ બાળક ધરાવતી મહિલા કર્મચારીને નહીં મળે તેવું પણ સીએમ તમાંગે સ્પષ્ટ કર્યું હતું જો કે સરકારી કર્મચારી સિવાયના લોકો પણ વધુ બાળકો પેદા કરે તે માટે નાણાકીય   સહાય કરવાની જાહેરાત તેમણે કરી છે.

આઈવીએફ માટે 3 લાખ રૂપિયા
સંતાન પ્રાપ્ત માટે મૂશ્કેલીઓ અનુભવતા દંપતિઓ માટે સરકારે આઈવીએફના સુવિધા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી . આ માટે આઈવીએફના માધ્યમથી બાળક પેદા કરવા માગતી મહિલાઓને સરકાર 3 લાખ રૂપિયાની સહાય કરશે. સીએમ કહ્યું કે અત્યાર સુધી રાજ્યમાં 38 મહિલાઓએ આઈવીએફ પદ્ધતિનો લાભ લીધો છે જેમાંથી કેટલીક માતા પણ બની ચૂકી છે. જો કે સિક્કિમની ઘટતી જતી વસતી દર માટે વર્તમાન મુખ્યમંત્રીએ અગાઉની પવન કુમારની સરકારને દોષી ગણાવી હતી. તેમણે કહ્યું કે અગાઉની સરકારે ઓછા બાળકો માટે લોકો પર દબાણ કર્યું હતું. હવે અમારી સરકાર વધુ બાળકો પેદા કરવા પર ભાર મૂકશે.

સિક્કિમના મૂળ રહેવાસીઓને જ લાભ
ઉપરોક્ત તમામ લાભ સિક્કિમના મૂળ રહેવાસીઓને જ મળશે જેમની પાસે સર્ટિફિકેટ ઑફ આઈડેન્ટિફિકેશન હશે. સિક્કિમની વસતી અંદાજીત 6 લાખ 80 હજારની જ છે. સિક્કીમ દેશનું સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય છે જો કે થોડા સમયથી બહારથી આવનારા લોકોની વસતી પ્રમાણમાં વધી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow