ચાર રાઉન્ડમાં જ દાનપેટીમાંથી 36 કરોડ રૂપિયા મળ્યા, ગણતરી હજુ પણ ચાલુ

ચાર રાઉન્ડમાં જ દાનપેટીમાંથી 36 કરોડ રૂપિયા મળ્યા, ગણતરી હજુ પણ ચાલુ

ચિત્તોડગઢ (મેવાડ)ના કૃષ્ણધામ શ્રી સાંવરિયા શેઠજી મંદિરને દાનમાં મળેલી રકમે બધા રેકોર્ડ તોડી નાખ્યા. મંગળવારે ફક્ત ચાર રાઉન્ડની ગણતરીમાં 36 કરોડ 13 લાખ 60 હજાર રૂપિયા મળ્યા છે.

26 નવેમ્બરે પણ દાનમાં મળેલી રકમની ગણતરી ચાલુ રહેશે. ચેક, મનીઓર્ડર અને ઓનલાઈન દાનની રકમ હજુ ઉમેરવામાં આવી નથી, એટલે કુલ રકમ હજુ વધે એવી અપેક્ષા છે.

વર્ષ 2024માં દિવાળી પછી ખોલવામાં આવેલા 2 મહિનાના ભંડારમાંથી 34 કરોડ 91 લાખ 95 હજાર 8 રૂપિયા પ્રાપ્ત થયા હતા. અત્યારસુધી આ રકમને રેકોર્ડબ્રેક દાન માનવામાં આવે છે.

મંદિર સમિતિના સભ્યોનું કહેવું છે કે આ વખતે દાનની રકમ 40 કરોડના આંકડાને પણ પાર કરી શકે છે.

મંદિર મંડળના સભ્ય પવન તિવારીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે રાજભોગ આરતી પછી ફરીથી ભંડારની ગણતરી શરૂ કરવામાં આવી, જે સાંજ સુધી ચાલી.

આ ચોથા રાઉન્ડમાં 8 કરોડ 15 લાખ 80 હજાર રૂપિયાની રકમ નીકળી. આ રાઉન્ડ સૌથી મહત્ત્વનો એટલા માટે રહ્યો, કારણ કે આની સાથે જ આ વર્ષની દાન રાશિએ પાછલાં બધાં વર્ષોના રેકોર્ડને પાછળ છોડી દીધો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow