facebook યુઝર્સ સાવધાન! જો-જો આવી ભૂલ કરતા નહીં તો એકઝાટકે થઇ જશે બેંક એકાઉન્ટ સાફ

facebook યુઝર્સ સાવધાન! જો-જો આવી ભૂલ કરતા નહીં તો એકઝાટકે થઇ જશે બેંક એકાઉન્ટ સાફ

ફેસબુક એ વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે અને આ એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકો છો અને દુનિયાના કોઈપણ છેડેથી લોકો તમારી સાથે જોડાયેલ રહી શકે છે. ઓળખીતો હોય કે કોઈ અજાણ્યો કોઈ પણ ફેસબુક પર તમારો મિત્ર બની શકે છે. તમારા વિચારો વ્યક્ત કરવા અને મિત્રોનું વર્તુળ વધારવા માટે ફેસબુક એ સારી એપ છે પણ આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે. ઘણા ફેસબૂક યુઝર્સ અલગ અલગ રીતે અનેક છેતરપિંડીના શિકાર બન્યા છે. એટલા માટે હવે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ કેટલીક એવી બાબતો છે, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફેસબુક દ્વારા જો કોઈ તમને કોઈ પણ લિંક મોકલે છે તો તે લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સામાન્ય રીતે આવી લિંક્સ આકર્ષક ઓફર સાથે મોકલવામાં આવે છે અને લિંક ક્લિક કરવા પર તમારું એકાઉન્ટ હેક પણ થઈ શકે છે. એક વખત હેક થઈ ગયા પછી તમારી પ્રોફાઇલમાં રહેલ દરેક વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરીને હેકર્સ તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકાય છે.

ફેસબુક પર ખૂબ જ સસ્તા દરે કે મફત વસ્તુઓ અને સામાન આપવાનો દાવો કરતી જાહેરાતોથી બચવું જોઈએ અને તેની જાળમાં ક્યારેય ન ફસાવવું જોઈએ. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુઝર્સના બેંક ખાતામાંથી આવી લોભમણી જાહેરાતોની આડમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તમામ પૈસા ઉપાડીને બેંક ખાતું ખાલી કરી દેવામાં આવે છે.

Facebook પર તમારી ફ્રેન્ડ લિસ્ટમાં તમે જેને ઓળખો છો તેને જ એડ કરવા જોઈએ. આ ઉપરાંત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી કે સ્વીકારતા સમયે એ ખાતરી કરવી જોઈએ કે પ્રોફાઇલ ફેક તો નથીને. જો કોઈપણ અજાણ્યા વ્યક્તિને એડ કરી લેવાથી તે તમારા એકાઉન્ટની માહિતીની મદદથી છેતરપિંડી પણ કરી શકે છે.

જો તમારા કોઈ મિત્રના નામે ફરીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી રહી હોય તો તે એક્સેપ્ટ ન કરવી જોઈએ. આ પાછળ કારણ એ છે કે હાલ સાયબર ક્રિમિનલ્સ ડુપ્લીકેટ ફેસબુક આઈડી બનાવીને લોકો સાથે આડેધડ છેતરપિંડી કરી રહ્યા છે.

ફેસબુક દ્વારા જો તમારો કોઈ ઓળખીતો વ્યક્તિ બેંક ખાતાની વિગતો અથવા પૈસા માંગે તો તે ક્યારેય ન આપવા જોઈએ. એવું પણ શક્ય છે કે કોઈ વ્યક્તિએ તમારા ઓળખીયા વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હોય અને પછી તેના નામે તમારી પાસેથી પૈસા માંગવામાં આવતા હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow