અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ

અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના 'રીબડા પેટ્રોલિયમ' પર બે અજાણ્યા બુકાનીધારી શકસે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જોકે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી. જાવેદભાઈ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે બાઈક પર આવેલા બે શખસને જોયા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક શખસે જાવેદભાઈ સામે બંદૂક તાકી, જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર ભાગી ગયા.

'હુમલાખોરો બાઈક લઈને ફરાર થઈ ગયા' ફાયરિંગનો અવાજ સાંભળીને પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજા અને સત્યજિતસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow