ન્યૂયર પર પશુપાલકોને અમૂલ ડેરીની ભેટ: દૂધની ખરીદીમાં જુઓ કેટલો ભાવ કર્યો

ન્યૂયર પર પશુપાલકોને અમૂલ ડેરીની ભેટ: દૂધની ખરીદીમાં જુઓ કેટલો ભાવ કર્યો

અમૂલ સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર છે. નવા વર્ષની શરૂઆતમાં અમૂલ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે.  દૂધના ખરીદ ભાવમાં અમૂલે 1 કિલો ફેટમાં રૂ20નો વધારો કર્યો  છે. 1 કિલો ફેટના 780 રૂ બદલે હવે નવો ભાવ 800 રૂ અપાશે.

અમૂલ આપી પશુપાલકોને મોટી ભેટ
અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 1 કિલો ફેટમાં રૂ20નો વધારો કર્યો  છે. 1 કિલો ફેટના 780 રૂ બદલે હવે નવો ભાવ 800 રૂ અપાશે. તેમજ ગાયના દૂધના પ્રતિકીલો ફેટે 9.09 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગાયના દૂધનો જૂનો ભાવ 345.50 જે હાલ 354.60 થયો છે. પ્રતિ માસ 11થી 12 કરોડથી વધુ બોજો આ ભાવ વધારાથી અમુલને પડશે. તમને જણાવી દઈએ કે, નવો ભાવ 1 ડિસેમ્બરથી અમલવારી કરાશે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા પશુપાલકોને મોટો ફાયદો થશે.

દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારા કર્યો હતો
મહેસાણાની દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારાની જાહેરાત કરી હતી.  દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ લાભ થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે.

બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો હતો વધારો
આ પહેલા બનાસ ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.30નો વધારો કર્યો હતો, પહેલા પ્રતિ કિલો ફેટ પર રૂ.760 ચૂકવવામાં આવતા હતા જે હવે રૂ.790 ચૂકવાશે, ચાલુ વર્ષમાં સતત ચોથીવાર ખરીદ ભાવમાં વધારાથી પશુપાલકો ખુશ-ખુશ થઈ ગયા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow