અમેરિકાનું હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું 14 વર્ષ પછી પણ અધુરું

અમેરિકાનું હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું 14 વર્ષ પછી પણ અધુરું

અમેરિકાનું હાઈસ્પીડ બુલેટ ટ્રેન ચલાવવાનું સપનું 14 વર્ષથી અધુરૂ સાબિત થઈ રહ્યું છે. લોસ એન્જલસથી સાન ફ્રાન્સિસ્કો સુધી હાઈસ્પીડ બુલેટ ચલાવવાનું આ પ્રોજેક્ટ 2008માં શરૂ થયુ હતું. ત્યારે આ પ્રોજેક્ટનો ખર્ચ 2.71 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો.

હવે આ પ્રોજેક્ટને પૂરો થવાનો દાવો 2030 સુધી કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેલિફોર્નિયાના કેટલાક શહેરોને જોડતી 171-મીલ સ્ટાર્ટર લાઈનના ભાગ પર હવે નિર્માણ ચાલી રહ્યો છે. પરિણામ એ આવ્યું કે જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેની સાથે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધી રહ્યો છે. ત્યારે હવે લોકોનું માનવું છે કે નિર્ધારિત ડેડલાઈનમાં આ પ્રોજેક્ટ પૂર્ણ નહીં થઈ શકે.

કેલિફોર્નિયા હાઈ સ્પીડ રેલ આયોગે ફેબ્રુઆરીમાં નવું અંદાજપત્ર તૈયાર કર્યું. જેમા આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ વધારી 8.65 લાખ કરોડ થવાનો અંદાજ છે. ત્રણ મહિનાની અંદર તેનો ખર્ચ વધી હવે 10.95 લાખ કરોડ કરી દેવામાં આવ્યો છે.

આ પ્રકારના પ્રોજેક્ટનો ખર્ચ 8.24 લાખ કરોડ રૂપિયા વધી ગયો છે. રેલવેમાર્ગની સ્ટાર્ટર સિસ્ટમ પર નિર્માણની ગતિ વધારી દેવામાં આવી છે. બીજી તરફ એન્જીનિયરો અને પ્રોજેક્ટ મેનેજરો દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા અંદાજો અનુસાર પ્રોજેક્ટ પાછળ દરરોજ 15 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. સેન્ટ્રલ વેલીના શહેર ફ્રેસ્નોના ડેવલોપમેન્ટ ઓથોરિટીના પ્રમુખ ટોમ રિચર્ડ્સનું કહેવું છે કે તેઓ થોડા અલગ નિર્ણયો લેવા જઈ રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow