Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
ahemdabad

અમદાવાદમાં કોમન 'Wealth' ઉભી થશે, રિયલ એસ્ટેટમાં તેજીનું તોફાન આવશે

Gujaratnow2 min read
અમદાવાદમાં કોમન 'Wealth' ઉભી થશે, રિયલ એસ્ટેટમાં તેજીનું તોફાન આવશે

આપણું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે. દિલ્હી-મુંબઈ નહીં હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગૂંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે.

વિશ્વ જોતું રહી જાય એવા ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે. નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે. ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો ઉમેરાશે. મુખ્યત્વે રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઉભા કરાશે કે ભલભલા અંજાઈ જશે. ટુરિઝ્મથી લઈને નોકરીની ડિમાન્ડ ઉભી થશે. રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલામાલ થઈ જશે. તેમજ 3 લાખ જેટલી રોજગારી ઉભી થશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આંતરરાષ્ટ્રી પતંગોત્સવ, રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે. અમદાવાદે 2026 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2025 વેઈટ લિફ્ટિંગ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થવાનું છે. જે દેશમાં ગુજરાતને સ્પોર્ટસ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની ઈવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો વધશે જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થવાનો છે.

Gujaratnow2 min read

Related News