કોહલી 15 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફી રમશે
વિરાટ કોહલી 15 વર્ષ પછી ઘરેલુ વિજય હજારે ટ્રોફીમાં રમશે. તેણે ફોન પર DDCAને તેની જાણકારી આપી અને બોર્ડે તેની પુષ્ટિ કરી છે. કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં છેલ્લી મેચ ફેબ્રુઆરી 2010માં સર્વિસિસ સામે રમી હતી.
ટુર્નામેન્ટ 24 ડિસેમ્બરથી અમદાવાદમાં શરૂ થશે. કોહલી હવે ટીમ ઇન્ડિયા માટે માત્ર વનડે ફોર્મેટમાં રમે છે. તે ટી-20 ક્રિકેટમાંથી 29 જૂન 2024 અને ટેસ્ટમાંથી 12 મે 2025ના રોજ નિવૃત્ત થઈ ચૂક્યો છે.
દિલ્હી તેની 5 લીગ મેચ બેંગલુરુ નજીક અલુરમાં રમશે અને બે મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે, જે કોહલીની IPL ટીમ RCBનું હોમ ગ્રાઉન્ડ છે. કોહલીએ દિલ્હી માટે છેલ્લીવાર સપ્ટેમ્બર 2013માં 50 ઓવરની ઘરેલું ટુર્નામેન્ટ એનકેપી સાલ્વે ચેલેન્જર ટ્રોફી રમી હતી.
વિજય હજારે ટ્રોફીમાં તેની છેલ્લી મેચ 2009-10 સીઝનમાં થઈ હતી. બંને ટુર્નામેન્ટમાં તેણે દિલ્હીની કેપ્ટનશીપ કરી હતી.
BCCI એ ડોમેસ્ટિક રમવા કહ્યું હતું 20 દિવસ પહેલા BCCIએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને કહ્યું હતું કે વનડે ટીમમાં પોતાની જગ્યા જાળવી રાખવા માટે તેમને ઘરેલું ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે.
BCCIએ કહ્યું હતું કે બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંને ખેલાડીઓને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ ભારત માટે રમવાનું ચાલુ રાખવા માગે છે, તો તેમને ઘરેલું ક્રિકેટ રમવી પડશે.