પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં સજાતીય સંબંધો માટે દબાણના આક્ષેપો

પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં સજાતીય સંબંધો માટે દબાણના આક્ષેપો

પોરબંદરમાં છેલ્લાં 80 વર્ષથી કાર્યરત આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં રહીને અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. શેઠ નાનજી કાલીદાસ મહેતા દ્વારા સ્થાપિત આર્યકન્યા વિદ્યાલય ગુરુકુળમાં હાલ 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી અમુક વિદ્યાર્થિનીઓ દ્વારા હેરાનગતિ કરી, દબાણ કરી, સજાતીય સંબંધો બાંધવા માટે વિદ્યાર્થિનીઓને મજબૂર કરાતી હોવાનો દાવો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થિની અને તેના માતાપિતાએ કર્યો છે.

આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં વિદ્યાર્થિનીએ સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
સગીરાના માતાપિતાએ આમાં સંસ્થામાં કામ કરતી ગૃહમાતાઓ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ અંગે આચાર્યને ફરિયાદો કરી હોવા છતાં આચાર્ય પગલા લેવાને બદલે ઢાંકપિછોડ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સોમવારે આર્યકન્યા ગુરૂકુળમાં વિદ્યાર્થીનીના માતાપિતા અને સગાસંબંધીઓ આવ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના સભ્ય ડો. ચેતનાબેન તિવારી પણ ત્યાં પહોંચી ગયા હતા અને આ વિદ્યાર્થીની કોઇ ખરાબ બાબતનો ભોગ બને તે પહેલા જ તેના માતાપિતાએ દિકરીનું એડમીશન રદ્દ કરાવી દિકરીને સંસ્થામાંથી લઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. જયારે બીજી તરફ આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા પોરબંદર જીલ્લા પોલીસ પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે

ફર્સ્ટ પર્સન: વાંચો સમગ્ર ઘટનાક્રમ બાળકીનાં માતાપિતાની જુબાનીમાં

આ ઘટનાક્રમ વિશે આક્ષેપ અને ફરિયાદ કરનાર સગીર વિદ્યાર્થિનીના માતાપિતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાક્રમ અને આપવિતી જણાવી હતી. અમારી પુત્રી 13 વર્ષની છે. ધોરણ 8માં અભ્યાસ કરે છે. એક મહિના પહેલા અમે તેને અન્ય સંસ્થામાંથી અભ્યાસ માટે પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં એડમિશન અપાવ્યું હતું. જયાં તે ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. અમારી દીકરીએ અમને જણાવ્યું હતું કે આ સંસ્થામાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા લેસ્બિયન સ્કેન્ડલ આચરવામાં આવી રહ્યું છે. જેનો ભોગ અહીં ભણતી દરેક વિદ્યાર્થીનીઓને બનાવવાની કોશીશ કરવામાં આવે છે. આ કામમાં સંસ્થાની તમામ ગૃહમાતાઓ પણ સંડોવાયેલી છે અને વિદ્યાર્થિનીઓને આ સ્કેન્ડલમાં ફસાવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવે છે તેમજ દબાણ ઊભું કરવામાં આવે છે.

વિદ્યાર્થિનીઓને આ સ્કેન્ડલમાં ફસાવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવે છે તેમજ દબાણ ઊભું કરવામાં આવે
અમારી દીકરીએ આ અંગે શાળાના આચાર્યને બે-ત્રણ વખત ફરિયાદો કરી હોવા છતાં તેમના દ્વારા કોઇ જ એકશન લેવાયા ન હતા. દરમિયાનમાં આવું સ્કેન્ડલ ચલાવતી અન્ય વિદ્યાર્થિનીઓ દ્વારા અમારી પુત્રીના રૂમમાં આવા સ્કેન્ડલમાં સામેલ કરવા માટે એક ખૂબ જ બિભત્સ શબ્દોમાં ચિઠ્ઠી લખી મૂકવામાં આવી ત્યારે અમારી દીકરી ફફડી ગઇ હતી. અને તેણે આ અંગે અમને જાણ કરી હતી અને જયારે અમે અમારી દીકરીને મળ્યા ત્યારે 13 વર્ષની ઉંમર સુધી એક પિકચર પણ જોયું નથી તેવી અમારી દિકરી એક મહિનામાં તો આ પ્રકારનું નકામું ઘણું બધું જ્ઞાન મેળવી ચૂકી હોવાનું અમે અનુભવ્યું હતું. આવા કૌભાંડો મારી દિકરીએ પોતાની નજરે જોયું હોવાનું અમને જણાવતા અમે અમારી દિકરી આવા હીનકૃત્યોમાં ફસાઇ તે પહેલા અમે તેનું એડમીશન રદ્દ કરાવી તેને બચાવી લીધી હતું.

‘સજાતીય સંબંધ અંગેના આક્ષેપો તદ્દન ખોટા છે, આ સંસ્થામાં આવું ક્યારેય થતું નથી અને થશે પણ નહીં’
વિદ્યાર્થિનીને અહીં રહેવું ગમતું ન હોય અને તેના વાલીએ બળજબરી કરી હતી. આ વિદ્યાર્થિનીને એડજેસ્ટ થતું ન હોવાથી આ કાલ્પનિક વાતો ઊભી કરી છે. સજાતીય સંબંધ અંગેના આક્ષેપ તદન ખોટા છે. આ સંસ્થામાં ક્યારેય આવું થયું નથી અને ભવિષ્યમાં આવું થશે પણ નહિ. સંસ્થા પરના આક્ષેપ ખોટા છે.- ડો. રંજનાબેન મજિઠિયા, પ્રિન્સિપાલ, આર્યકન્યા ગુરુકુળ, પોરબંદર

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow