માતા બાદ પિતાનું પણ મોત

માતા બાદ પિતાનું પણ મોત

રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર SRP કેમ્‍પ બ્‍લોક 18 ક્‍વાર્ટર નં. 210 માં રહેતાં SRP જવાન અતુલભાઇ રમણલાલ ગામીત (ઉ.વ.39) ગઇકાલે બપોર બાદ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજ્‍યું હતું. લિવરમાં તકલીફ હોવાથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. તેર દિવસ પહેલા જ અતુલભાઇના પત્‍નિ પ્રિતીકાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતાનું પણ મોત થતા પંદર દિવસની અંદર બે દિકરીઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

લિવરની તકલીફને કારણે મોત

‌‌અતુલભાઇ રવિવારે બપોરે ત્રણેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. લિવરની તકલીફને કારણે મૃત્‍યુ થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્‍યો હતો. ઉલ્લેખનિય છે કે SRP જવાન અતુલભાઇના પત્‍નિ પ્રિતીકાબેન (ઉ.વ.33)એ ગત 22 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પરિવારમાં કલ્‍પાંત સર્જાયો

પ્રિતીકાબેન ઇન્‍સ્‍ટાગ્રામમાં મેસેજ કરતાં હોઇ તે બાબતે પતિ-પત્‍નિ વચ્‍ચે ચડભડ થયા બાદ પતિ અતુલભાઇ ગામિત પરેડ કરવા ગયા બાદ ઘરે આવ્‍યા ત્‍યારે પત્‍નિ લટકતાં જોવા મળ્‍યા હતાં.અગિયાર વર્ષના લગ્ન જીવનમાં આ દંપતિ બે દિકરીના માતા-પિતા બન્‍યા હતાં. આ બંનેએ માત્ર પખવાડીયામાં જ માતા બાદ પિતા પણ ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow