Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
inflation

પાકિસ્તાન બાદ હવે આ મુસ્લિમ દેશ દાળ-રોટી માટે ટળવળી રહ્યો છે! મોંઘવારીએ લોકોની કમર તોડી

Gujaratnow2 min read
પાકિસ્તાન બાદ હવે આ મુસ્લિમ દેશ દાળ-રોટી માટે ટળવળી રહ્યો છે! મોંઘવારીએ લોકોની કમર તોડી

પાકિસ્તાન બાદ હવે ઈજિપ્તની આર્થિક હાલત બગડી રહી છે. ઈજિપ્તમાં ખાવાની સામગ્રી એટલી મોંધી થઈ ગઈ છે કે ગરીબોને પેટ ભરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે ત્યાં લોકો તેમનું પેટ ભરી શકતા નથી. એવા હાલાતમાં સરકારની એક એજન્સીએ લોકોને કહ્યું છે કે મોંઘવારીના આ સમયમાં પ્રોટીનની જરૂરીયાતના પૂર્ણ કરવા માટે મરઘાના પગ ખાવાનું કહેવામાં આવ્યું છે.  જે અન્ય ચીજ વસ્તુએની સરખામણીએ સસ્તુ પડશે અને શરીરની જરૂરીયાતને પૂરી પણ કરશે.

હાલમાં સરકારી એજન્સીની આ સલાહ પર લોકો ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ સંખ્યામાં લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઈજિપ્તનાં એક સાંસદ કરીમ અલ સાદતે પણ આ વાત ઉપર તેમની પ્રતિક્રિયા આપી છે. કરીમ અલ-સાદતે એજન્સીના આ સલાહને હાલના સંકટની સાચી હકીકતથી એદમક અલગ બતાવી છે.

ઈજિપ્તમાં  જે મોટા ભાગે ખાધ સામગ્રીના આયાત પર નિર્ભર છે.  જેમાં ફ્રૂટ આઈટમ એટલી મોંઘી થઈ ગઈ છે કે 10 કરોડ લોકો આર્થિક સંકટ પર લાવીને ઉભું કરી દીધું છે.  ત્યારે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સુપરમાર્કેટમાં ગ્રાહકો માત્ર ત્રણ બોરી ચોખા, બે બોટલ દૂધ અને એક બોટલ તેલ ખરીદી કરી રહ્યા છે.

લોકો ઇજિપ્તમાં આ સંકટને કેવી રીતે વર્ણવે છે?
ઇજિપ્તની રાજધાની કૈરોમાં એક બેકરીમાં સામાન ખરીદવા પહોંચેલી 34 વર્ષની મહિલા રિહેબે જણાવ્યું કે તે જે બ્રેડ એક ઇજિપ્તીયન પાઉન્ડમાં ખરીદતી હતી તેની કિંમત હવે 3 પાઉન્ડ (ઇજિપ્તિયન) થઇ ગઇ છે. રિહેબે જણાવ્યું કે તેના પતિ એક મહિનામાં 6 હજાર પાઉન્ડ (ઇજિપ્ત) કમાય છે. અત્યારે મોંઘવારી હોવાથી જે પગાર આખો મહિનો ચાલતો હતો તે જ પગાર હવે 10 દિવસમાં પૂરો થઈ રહ્યો છે.

13 લોકોના પરિવારને ખવડાવતા 55 વર્ષીય રેડાએ કહ્યું કે જે માંસ રાંધવા માટે સસ્તું હતું તે હવે એટલું મોંઘું થઈ ગયું છે કે તેને વિકલ્પ તરીકે પણ રાખવામાં આવી રહ્યું નથી. રેડાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં માંસની કિંમત બમણી થઈ ગઈ છે.  રેડાએ કહ્યું કે તે બે જગ્યાએ કામ કરીને પૈસા કમાઈ રહી છે, તેમ છતાં ઘણી સામાન્ય વસ્તુઓ તેની પહોંચની બહાર છે.

રશિયા અને યુક્રેન યુદ્ધે ઇજિપ્તમાં હાહાકાર મચાવ્યો!
મળતી માહિતી અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે ઈજિપ્તની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. યુદ્ધને કારણે, ઘણા વૈશ્વિક રોકાણકારો હતા જેઓ પહેલા ઇજિપ્તમાં મોટું રોકાણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે પાછા ફર્યા.

યુદ્ધને કારણે ઘઉંને સૌથી મોટો ફટકો પડ્યો, કારણ કે ઇજિપ્ત મોટા પ્રમાણમાં ઘઉંની આયાત કરે છે. યુદ્ધને કારણે, ઘઉંના વૈશ્વિક ભાવમાં વધારો થયો, જેની સીધી અસર ઇજિપ્તના સામાન્ય માણસ પર પડી.

Gujaratnow2 min read

Related News