ડિમાન્ડ વધતા લીંબુનો કિલોનો ભાવ રૂ.90એ પહોંચ્યો

ડિમાન્ડ વધતા લીંબુનો કિલોનો ભાવ રૂ.90એ પહોંચ્યો

આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. જેને કારણે રસના ચિચોડા અત્યારથી જ શરૂ થઈ ગયા છે. જ્યારે લીંબુ શરબત, ઠંડાપીણા વગેરેમાં આવક વધી છે. જેથી લીંબુના ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. ફેબ્રુઆરીમાં જ યાર્ડમાં લીંબુના ભાવ રૂ.80થી 90 સુધી વસૂલાઇ રહ્યો છે. જ્યારે છૂટક માર્કેટમાં તેનો ભાવ રૂ.100ને પાર થયો છે.

આમ આકરો ઉનાળો શરૂ થતાં લીંબુનો ભાવ દાંત ખાટા કરી નાખે તેવો થયો છે. વેપારીઓના જણાવ્યાનુસાર સામાન્ય રીતે માર્ચમાં આ ભાવ થતો હોય છે. ગત વર્ષે માર્ચમાં લીંબુનો ભાવ રૂ.150થી ઉપર પહોંચ્યો હતો. ગરમી વધવાને કારણે અન્ય શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડશે. હાલમાં 60 ટકા શિયાળુ શાકભાજીની આવક ચાલુ છે.

અત્યારે લીંબુ રાજકોટ ઉપરાંત અમરેલી, હળવદ સહિતના પંથકમાંથી આવે છે. એક અંદાજ મુજબ અત્યારે રાજકોટ યાર્ડમાં 35000 કિલોથી 40 હજાર કિલો આવક થઈ રહી છે. આ તમામ આવક સૌરાષ્ટ્રભરમાં ખપી જાય છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

કેરીની 11 બોક્સની આવક, એક કિલો રૂ.500ના ભાવે વેચાઈ
સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં કેરીની આવક થતી હોય છે. તેના બદલે આ વખતે 15 દિવસ વહેલી આવક શરૂ થઈ ગઈ છે. સોમવારે 11 પેટીની આવક થઈ હતી. એક કિલો કેરી રૂ.500ના ભાવે વેચાઈ હતી. ફ્રૂટના વેપારીઓના જણાવ્યાનુસાર હવે જેમ જેમ ઉનાળો આવતો જશે તેમ તેમ ફ્રૂટની આવક ઘટતી જશે. અત્યારે ગરમી વધવાને કારણે સૌથી વધુ ડિમાન્ડ મોસંબી, નારંગી, તરબૂચ અને ટેટીની છે. માર્ચ માસથી કેરીની આવક શરૂ થશે એટલે તેની ડિમાન્ડ વધશે.

તા. 13થી 20 ફેબ્રુઆરી સુધી લીંબુના ભાવ અને તેની આવક

તારીખલીંબુની આવકનીચો ભાવઊંચો ભાવ
1340,6003065
1439,4003060
1541,5003560
1640,9003060
1742,5003560
2041,8004090

(નોંધ: આવક અને ભાવ કિલોમાં છે)

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow