સિંગતેલનો ડબ્બો રૂ.3 હજારે પહોંચવામાં માત્ર રૂપિયા 60નું જ છેટું, કપાસિયામાં સ્થિર વલણ

સિંગતેલનો ડબ્બો રૂ.3 હજારે પહોંચવામાં માત્ર રૂપિયા 60નું જ છેટું, કપાસિયામાં સ્થિર વલણ

સિંગતેલના ડબ્બામાં ગુરુવારે વધારે રૂ.40નો ઉછાળો જોવા મળ્યો હતો. જેને કારણે સિંગતેલનો ડબ્બો રૂ.2940નો થયો હતો. જે 3 હજારે પહોંચવામાં માત્ર રૂ.60નું જ છેટું રહ્યું છે. જ્યારે કપાસિયા તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. ડબ્બાનો ભાવ રૂ.1995 પહોંચ્યો છે. હાલ સીંગદાણામાં ડિમાન્ડ છે. જેને કારણે તેલિયારાજાઓ સક્રિય બન્યા છે. એક તરફ લોકોને સિંગતેલ મોંઘું ખરીદવું પડે છે, તો બીજી તરફ ખેડૂતોને મગફળી-સીંગદાણાના પૂરતા પૈસા મળતા નથી.

વેપારીઓના જણાવ્યાનુસાર ચીન સાથે હાલમાં સિંગતેલના વેપાર શરૂ થયા છે. ઘણા લાંબા સમય બાદ શરૂ થતા હાલ સીંગદાણામાં ડિમાન્ડ નીકળી છે. સિંગતેલમાં હજુ ભાવ વધવાની સંભાવના છે. ચીનમાં 2000થી 2100 ડોલરના ભાવે વેપાર થઈ રહ્યા છે. ભાવ વધવાને કારણે સ્થાનિક બજારમાં હોલસેલર અને રિટેઈલમાં ખરીદી નીકળી છે. ભાવ વધવાને કારણે સંગ્રહખોરો દ્વારા જરૂરિયાત હોય તેના કરતા માલ ઓછો રિલીઝ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગુરુવારે જાડી મગફળીની આવક 1400 ક્વિન્ટલ હતી અને તેનો ભાવ રૂ.1250થી 1583 સુધી બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીની આવક 2500 ક્વિન્ટલ હતી. ભાવ રૂ.1230થી 2400 સુધીની બોલાયો હતો. મગફળી-સીંગદાણામાં આવક ઘટી છે, પરંતુ તેમાં ખેડૂતોને ભાવવધારો સામાન્ય મળી રહ્યો છે. હાલમાં ખેડૂતો બિયારણ માટે પણ મગફળીની ખરીદી કરી રહ્યા છે.

બજારમાં લગ્ન માટેની ખરીદી જોવા મળી રહી છે. જ્યારે બારમાસનું તેલ ભરવાની ડિમાન્ડ આ વખતે માત્ર 50 ટકા જ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. માર્ચ માસમાં મગફળીની નવી આવક શરૂ થશે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. તેલના ભાવમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સામાન્ય લોકો માટે સિંગતેલ ખરીદવું મુશ્કેલ બની ગયું છે.

તેલના ડબ્બાનો ભાવ
તેલભાવ
સિંગતેલ2890- 2940
કપાસિયા1945-1995
પામોલીન1570-1575
સરસવ2000-2020
કોર્ન ઓઈલ1830-1880
વનસ્પતિ ઘી1470-1570
કોપરેલ તેલ2460- 2510
દિવેલ2400-2420

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow