વાવાઝોડા પહેલાં જ બોટથી દરિયો ખાલી અને કાંઠો ભરાયો હોય તેવું દ્રશ્ય

વાવાઝોડા પહેલાં જ બોટથી દરિયો ખાલી અને કાંઠો ભરાયો હોય તેવું દ્રશ્ય

કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે તો બીજી તરફ વાવાઝોડાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગત પહેલી જૂને માછીમારોની સિઝન પૂર્ણ થઈ હતી. તમામ બોટ બંદર પર લાંગરી દેવામાં આવી હતી.આ તસવીર છે વેરાવળ બંદર પરની કે જ્યાં કલાત્મક રંગોળી જેવો નજારો બોટના થપ્પાનો છે.જાણે કે વાવાઝોડા પહેલાં જ બોટથી દરિયો ખાલી અને કાંઠો ભરાયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

કલાત્મક રંગોળી જેવો નજારો બોટના થપ્પાનો
​​​​​​​હવે 53 દિવસ પછી ફરી માછીમારીની સિઝન શરૂ થશે.હાલ વાવાઝોડાની અસર ના પગલે તંત્ર સાબદુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે જો દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડ ફોલ થાય તો જ બોટને નુકસાન થઈ શકે છે. નહિતર નુકસાન થવાની સંભાવના નહીવત છે.

માછીમારોએ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચન
જો કે સિઝન બંધ દરમિયાન માછીમારો બોટ રીપેરીંગની કામગીરી ઉપરાંત સામાજીક પ્રસંગોમાં જોડાશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાને ધ્યાને લઈ વેરાવળ દરિયા કાંઠા બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર એક લગાવાયું હતું. જ્યાર બાદ ગત રાત્રે ભયસૂચક સિગ્નલ નં. 2 લગાવામાં આવ્યુ છે. દરિયો તોફાની બનવાની સંભાવનાઓને લઈને માછીમારોએ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચન આપવામા આવ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow