વડનગરનાં ઐતિહાસિક સ્થળોને જોડવા લાંબો પાથવે બનાવશે

વડનગરનાં ઐતિહાસિક સ્થળોને જોડવા લાંબો પાથવે બનાવશે

આવતા ત્રણથી પાંચ વર્ષમાં વડનગર પર્યટકો માટે અલગ ઓળખ ઊભું કરતું નગર બની જશે. દેશ-વિદેશના પર્યટકો એક જ સ્થળેથી પ્રવેશી નગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી શકે તે માટે નવો પાથ વે બનાવવા કવાયત હાથ ધરાઈ છે. પર્યટકો રેલવે સ્ટેશનથી ઉતરી પાથવે પરથી હાટકેશ્વર મંદિરના દર્શન કરી,ઋષિ આરો અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ, કિર્તી તોરણ, પ્રેરણા સ્કૂલ સહિતના સ્થળોની મુલાકાત કરી શકશે પર્યટકોના આરામ માટે વચ્ચે રેસ્ટોરન્ટ તેમજ ધ્યાન માટે મેડીટેશન સેન્ટર તેમજ એમ્ફી થિયેટરની પણ સુવિધા ઉપલબ્ધ હશે.

આગામી સમયમાં વડનગર એક ટુરિસ્ટ પોઇન્ટ બની જશે
દિવ્યાંગ અને સિનિયર સિટીઝનો માટે કાર્ટની વ્યવસ્થા ઊભી કરાશે. શહેરના વિકાસ માટે હાલ ચાર ઝોનમાં કામ ચાલી રહ્યું છે. વડનગરના વિકાસ માટે કરોડોના ખર્ચ કરાઇ રહ્યો છે. આગામી સમયમાં દેશ વિદેશના પર્યટકો માટે વડનગર એક ટુરિસ્ટ પોઇન્ટ બની જશે.ટુરિઝમ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોનું રિનોવેશન,વૉક વે,પાથ વે, તળાવનું બ્યૂટીફિકેશન, યોગા સેન્ટર સહિતના કામો થઈ રહ્યા છે. આવતા પાંચ વર્ષ સુધી વડનગર એક ટુરિસ્ટ પોઇન્ટ બની જશે.

પાથ વેમાં કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, સપ્તઋષિ આરાને આવરી લેવાશે
પાથ વેમાં રેલવે સ્ટેશનથી હાટકેશ્વર મંદિર, ફોર્ટ વોલ, દેસાઈવાસની પાછળથી અર્જુન બારી દરવાજા, થીમપાર્ક કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, (જ્યાં બોટિંગ કરી પર્યટકો આર્ટ ઓફ ગેલેરી જઈ શકશે), સપ્ત ઋષિઆરો, અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ, બૌદ્ધ મોનેસ્ટ્રી, તાનારીરી ગાર્ડન જોઈ શકાશે.

1. બે એમ્ફી થિયેટરમાં એકમાં એક હજાર તો બીજામાં 60 લોકો બેસી શકશે.

2. પર્યટકો મેડિટેશન કરી શકે એ માટે ઋષિ આરા પાસે ધ્યાન કેન્દ્ર બનશે.

3. વડનગરને ગ્રીન ઝોનમાં આવરી લેવાશે. ગ્રીનબેલ્ટ હેઠળ શહેરની આસપાસ વૃક્ષારોપણ કરાશે.

4. પાથ-વે તેમજ શહેરની આસપાસ વૃક્ષારોપણ કરી ગ્રીનઝોનમાં આવરી લેવાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow