પંજાબના CM ભગવંત માનના ઘર પાસે જીવતો બોંબ મળતા એરિયામા સનસની, સરકારી તંત્રમાં દોડધામ

પંજાબના CM ભગવંત માનના ઘર પાસે જીવતો બોંબ મળતા એરિયામા સનસની, સરકારી તંત્રમાં દોડધામ

પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનનાં હેલીપેડ પાસેથી સોમવારે બોમ્બ શેલ BOMB SHELL મળી આવ્યું છે. કેરીનાં બગીચામાં આ બોમ્બ શેલ દેખાયું છે. ચંડીગઢમાં  પંજાબ અને હરિયાણાનાં સીએમનાં ઘરથી થોડે દૂર જ આ બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે રેતીની થેલીઓથી તેને ઢાંકી દીધેલ છે. સાથે જ એરિયાની આસપાસ દોરી બાંધી કવર કરી લીધેલ છે.

પોલીસ તરત જ એક્શનમાં
રજિન્દ્રા પાર્કની પાસે બનેલ આ હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાનાં સીએમ કરે છે. બોમ્બ નિરોધક ટીમને તાત્કાલીક આ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ચંડીગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સીએમ હાઉસની નજીક બોમ્બ શેલ મળવાની ઘટનાને મોટાં ષડયંત્રનાં રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

આવાસ પર નહોતા ભગવંત માન
ભારતીય સેનાનાં પશ્ચિમી કમાન પણ આ મુદે તપાસ કરી રહી છે. સાંજે આશરે 4-4:30 આસપાસ એક ટ્યૂબવેલ સંચાલકે પંજાબનાં મુખ્યમંત્રીના આવાસ અને હેલીપેડની પાસે કેરીનાં બાગમાં બોમ્બ શેલ જોયો હતો. પંજાબનાં સીએમ માન આ સમગ્ર ઘટના દરમિયાન પોતાના ઘરે નહોતાં.

અધિકારી સંજીવ કોહલીએ આપી માહિતી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચંડીગઠનાં નોડલ અધિકારી સંજીવ કોહલીએ કહ્યું કે અહીં એક બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે અને બોમ્બ નિરોધક દળની મદદથી તેને સુરક્ષિત કરી લેવાયું છે. સેનાની એક ટીમને પણ આ સ્થળે બોલાવવામાં આવ્યું છે. અમે એ જાણવાનાં પ્રયત્નો કરી રહ્યાં છીએ કે આ અહીંયા કેવી રીતે પહોંચ્યું. હાયર ઑથોરિટી સાથે વાતચીત ચાલી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow