રાજકોટમાં રહેતી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી શાપર-વેરાવળ લઈ ગયો, બહેને રૂમ આપતા બેવાર શરીર સંબંધ બાંધ્યો

રાજકોટમાં રહેતી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી શાપર-વેરાવળ લઈ ગયો, બહેને રૂમ આપતા બેવાર શરીર સંબંધ બાંધ્યો

રાજકોટ શહેરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને શાપર-વેરાવળ શાંતીધામ સોસાયટીમાં રહેતો સાગર અરવિંદભાઈ રાજાણી લગ્ન કરવાની લાલચ આપી સહેલીને ત્યાંથી અપહરણ કરી લઈ ગયો હતો. અપહરણ બાદ સાગરની બહેન પૂજાની મદદથી સાગરે સગીરા પર બેવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ભક્તિનગર પોલીસે આરોપી સાગર વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તેને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. મારે સંતાનમાં પાંચ દિકરીઓ તથા એક દિકરો છે. નાની દીકરી 15 વર્ષની છે. ગઇ તા.19 ડિસેમ્બરના રોજ સવારે સવા આઠેક વાગ્યાના અરસામાં હું મારા ઘરેથી મજૂરી કરવા નીકળી હતી ત્યારે મારા ઘરે મારી દીકરી તથા દીકરો બન્ને હાજર હતા. ત્યારબાદ બપોરના સવા અગીયારેક વાગ્યાના સમયે મારી દીકરીનો ફોન આવ્યો હતો અને મને વાત કરી હતી કે, હું ગાયત્રીનગરમાં રહેતી મારી ફ્રેન્ડને ત્યાં જમવા માટે જાવ છું.

બહેનપણીના ઘરે જવા કહી ફોન બંધ કરી દીધો
ત્યારબાદ બપોરના ચારેક વાગ્યાના અરસામાં કામ પરથી સીધા સબંધીને ત્યાં બ્રાહ્મણિયાપરામાં આવી ગઈ હતી. સાંજ સુધી ત્યાં જ રોકાઇ હતી અને રાત્રિના દસેક વાગ્યાના મેં મારી દીકરીને ફોન કર્યો તો તેણે મને કહ્યું કે, હું ઘરે આવવાની નથી અને હું સાગર જે ચુનારાવાડમાં રહે છે તેની સાથે જાવ છું તેમ કહીને મારી દીકરીએ ફોન બંધ કરી દીધો હતો.

દીકરીનો બંધ આવતો હતો
ત્યારબાદ મારી દીકરીનો ફોન બંધ આવતો હોય મોડી રાત્રિના અમે દીકરી બાબતે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા. મારી દીકરીને સતત તેના મોબાઇલ નંબર ઉપર ટ્રાય કરતા ફોન બંધ આવતો હતો. ઘણી વખત રિંગ જતા તે ઉપાડતી ન હોય ત્યારબાદ આ મારી દીકરીને ભગાડી જનાર સાગરનું આખુ નામ તથા સરનામું અમને મળ્યું હતું. તેનું નામ સાગર અરવિંદભાઇ રાજાણી હોવાનુ જણાવ્યું હતું.

સાગરની બહેને સૂવા માટે જગ્યા આપી
ત્યારબાદ મારી દીકરીને શાપર વેરાવળ શાંતીધામ સોસાયટીથી લઈને અહી રાજકોટ આવ્યા હતા અને મારી દીકરીને મેં મારી રીતે પૂછતા તેણે મને જણાવ્યું કે આ સાગર તેના ઘરે શાપર વેરાવળ લઇ ગયો હતો અને ત્યાં સાગરની મોટી બહેન પુજા હાજર હતી. આ પુજાએ મને તથા સાગર બન્નેને રૂમમાં સૂવા માટે જગ્યા કરી આપી હતી. ત્યારે સાગરે સાથે ગત સોમવારની રાત્રિના તેમજ ગઇકાલે બપોરે લગ્ન કરશે તેવું જણાવી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પરિવારને સાથે રાખી દીકરીને ભગાડી શરીર સબંધ બાંધતા સાગર વિરુદ્ધ અને તેની મદદગારી કરનાર સાગરની બહેન પૂજા વિરુદ્ધ અપહરણ, પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow