જસદણમાં જમીનના ડખાનો ખાર રાખીને બન્ને મર્યાદા ચૂકીને તૂટી પડ્યા

જસદણમાં જમીનના ડખાનો ખાર રાખીને બન્ને મર્યાદા ચૂકીને તૂટી પડ્યા

વીંછિયામાં જમીનના ડખ્ખામાં ખાર રાખી દેરાણી-જેઠાણી ઉપર પિતા-પુત્રએ ધારીયા અને પાઇપથી હુમલો કર્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ વીંછિયામાં બોટાદ રોડ પર રહેતા વિલાસબેન રોહીતભાઇ રાજપરા તથા તેના જેઠાણી જસુબેન વાડીએથી બીજી વાડીએ જતા હોય ત્યારે કેશુ ખોડાભાઇ રાજપરા તથા તેના પુત્ર રણજીત રાજપરાએ ધારીયા અને લોખંડના પાઇપથી હુમલો કરી બંન્નેને ઇજા કરી હતી.

ઇજાગ્રસ્ત વિલાસબેન તથા તેના જેઠાણીને આરોપી કેશુ રાજપરા સાથે જમીન બાબતે માથાકુટ ચાલતી હોય તેનો ખાર રાખી કેશુ તથા તેનો પુત્ર ઇજાગ્રસ્ત વિલાબેન તથા તેના જેઠાણીને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા ઉકત બંન્ને પિતા-પુત્રએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિલાસબેનની ફરીયાદ પરથી વીંછિયા પોલીસે પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ કરી છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow