90,000 એકમોને ડબલ ટેક્સમાં મુક્તિની જાહેરાત માત્ર કાગળ પર!

90,000 એકમોને ડબલ ટેક્સમાં મુક્તિની જાહેરાત માત્ર કાગળ પર!

રાજ્યના 90,000 ઔદ્યોગિક એકમોને 400 કરોડ વાર્ષિક ટેક્સમાંથી 75% રકમ કોર્પોરેશન દ્વારા પરત મળશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી અગાઉ કરાયો હતો. જે અંગેનો પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પાંચ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના 5700 જેટલા ઉદ્યોગોને અંદાજે 100 કરોડ જેટલી રકમ પરત મળે તેમ હતી. જે રકમ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે વાપરવાની હોય છે. પરંતુ તે અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉદ્યોગોને અંદાજે 100 કરોડ જેટલી રકમ પરત મળે તેમ હતી
શહેરમાં આવેલા ઔદ્યોગિક એસ્ટેટના રોડ રસ્તા ગટર અને લાઈટ જેવા વિષયો ઉપર કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. 2017માં જીઆઇડીસીની માલિકી કોર્પોરેશનને બદલે જીઆઇડીસી એકમની કરવામાં આવતા જે તે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ અંગે રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી સમક્ષ રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનો ઉકેલ નથી.

બજેટમાં આ રકમ અંગેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી
કોર્પોરેશન દ્વારા સોમવારે બજેટની છેલ્લી સભા પૂરી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર બજેટમાં આ વિષયને ધ્યાન પર લેવામાં આવ્યો નથી કે બજેટમાં આ રકમ અંગેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગના હેડે સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, અમને આ વિષય ધ્યાને નથી.

હવે નવી સ્માર્ટ એસ્ટેટની પોલિસી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઇ
રાજ્ય સરકાર દ્વારા જીઆઇડીસી ને બદલે ખાનગી માલિકી ના સ્માર્ટ એસ્ટેટ બનાવવાની પોલીસી જાહેર કરી છે જોકે સત્તાવાર તેની રૂપરેખા હજુ પ્રસિદ્ધ કરી નથી રાજ્ય સરકાર ઔદ્યોગિક વિસ્તારને તમામ સુવિધા કરવાની પોલીસી લાવી રહી છે ત્યારે જુના ઉદ્યોગો ની પ્રાથમિક જરૂરિયાતો જેવા રોડ રસ્તા પણ બીસ્માર છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow