6 દી’માં ડેન્ગ્યુના 8 દર્દી, બે મહીનામાં શરદી-ઉધરસના કેસ બે હજારને પાર

6 દી’માં ડેન્ગ્યુના 8 દર્દી, બે મહીનામાં શરદી-ઉધરસના કેસ બે હજારને પાર

રાજકોટમાં ઋતુજન્ય વાઇરલ તાવની સાથે ડેન્ગ્યુએ પણ દસ્તક દીધી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જ માત્ર 6 દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા છે. જયારે બે મહીનામાં શરદી-ઉધરસના 2703 જેટલા કેસ સામે આવ્યા છે તો ઝાડા-ઊલટીના પણ ૫૪૭ કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 3 અને ચિકનગુનિયાનો પણ એક કેસ મનપાના ચોપડે નોંધાયો છે.

655 ઘરોમાં ફોગીંગ કરાયુ
આ રોગચાળાના પગલે તા.13 થી તા.19 ફેબ્રુઆરી દરમ્યાન 6,537 ઘરોમાં પોરાનાશક અને 655 ઘરોમાં ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. માઉન્ટેન ફોગીંગ મશીનથી જે વિસ્તારમાં કામગીરી કરવામાં આવી તેમાં ભિચરીનાકા થી કેસરી પુલ સુઘી, ખત્રીવાડ થી બેડીનાકા સુઘી, સી.એલ.એફ. સરકારી કવા., અમૃતપાર્ક, સમૃઘ્ઘી પાર્ક, ભવાનીનગર, મહેશ્વરી સોસા., દિપ્તીનગર, પુજાપાર્ક, મારૂતિનગર, સોનીબજાર, ખોડલઘામ રેસીડેન્સી, વ્રજભુમિ માલઘારી સોસા., ભોજલરામ સોસા., ગુલાબ ચોક તથા ૫લંગ ચોક, ગુંદાવાડી આસપાસનો વિસ્તાર, ગુલાબવાટીકા, અમૃતપાર્ક, અનમોલ હાઇટસ, આર્ષવિદ્યા મંદિર, વસંતકુંજ તથા આસપાસનો વિસ્તાર, સખીયાનગર, શ્રી રામ સોસા., માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, શ્રી રામ ટાઉનશી૫, સીતાજી ટાઉનશી૫ સામેલ છે.

199ને ગંદકી બાબતે નોટિસ અપાઇ
તંત્ર દ્વારા રહેણાંક સિવાય અન્ય 274 પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ સબબ રહેણાંકમાં 224 અને કોર્મશીયલ બાંધકામમાં 48 આસામીને નોટીસ અપાઇ હતી. ડેન્ગ્યુ અને મેલેરીયા રોકવા દિવસે કરડતા મચ્છરોથી બચવા, જમા પાણીનો નિકાલ કરવા, નિયમિત પાણી ભરેલા પાત્રો ખાલી કરવા સહિતની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

તમામ જગ્યા સાફ રાખવા કમિશનરે અપીલ કરી
પક્ષીકુંજ, કુંડા, ટાયર, સીમેન્ટની ટાંકી, ટ્રે, ભંગાર, નળની કુંડી, અગાસી, છજજા, સીડી નીચેના ટાંકામાં મચ્છરો જન્મ લેતા હોય, આ તમામ જગ્યા સાફ રાખવા કમિશનર અમિત અરોરા અને નાયબ કમિશનર આશિષકુમારે લોકોને અપીલ કરી છે. દર રવિવારે સવારે 10 કલાકે માત્ર 10 મિનિટ ઘરની આસપાસના 10 મીટરના વિસ્તારમાં આવી સફાઇ કરવાથી લોકો વાહકજન્ય રોગથી બચશે તેમ જણાવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow