Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Pm Modi Mother Hiraba News

6 બાળકનો ઉછેર અને એક માતાનો સંઘર્ષ

Gujaratnow5 min read
6 બાળકનો ઉછેર અને એક માતાનો સંઘર્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું. તેઓ 100 વર્ષનાં હતાં. હીરાબાએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધાં હતાં. ત્યાર બાદ આજે ગાંધીનગર સ્થિત રાયસણમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. બુધવારે પીએમ મોદી તેમનાં માતાને મળવા પણ આવ્યા હતા. હીરાબાનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યું છે. પીએમ મોદી અનેકવાર એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબા (હીરાબેન)નું શુક્રવારે નિધન થયું. તેમણે આ જ વર્ષે જૂનમાં પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસને 6 સંતાન થયાં. નરેન્દ્ર મોદી ત્રીજા નંબર પર છે. હીરાબેન અને દામોદરદાસનાં અન્ય સંતાનો છે- અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વસંતીબેન હસમુખલાલ મોદી.  

હીરાબા આજીવન સંઘર્ષશીલ મહિલા રહ્યાં. પીએમ મોદી અનેકવાર પોતાનાં માતાના સંઘર્ષોનો ભાવુક સ્વરમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે. વર્ષ 2015માં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથેની વાતચીત વખતે પીએમ મોદીએ પોતાનાં માતાના સંઘર્ષોને યાદ કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે મારા પિતાજીના નિધન પછી માતા અમારું ગુજરાન ચલાવવા અને પેટ ભરવા માટે અન્યોનાં ઘરમાં જઈને વાસણો સાફ કરતાં હતાં અને પાણી ભરતાં હતાં. ત્યારે માતાની તકલીફોને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈને રડી પડ્યા હતા.  

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ હીરાબેનના 100મા વર્ષમાં પ્રવેશ કરવાના પ્રસંગે પોતાના મોદીના જીવનની કહાની શેર કરી હતી. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે તેમનાં માતા જ્યારે માત્ર 6 મહિનાના હતા ત્યારે તેમનાં નાની તેમને છોડી ગયાં હતાં. તેમનો સંઘર્ષ તો ઈતિહાસ જ જાણે છે. પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે મારાં નાની ગુજરી ગયાં પછી નાનાએ બીજા લગ્ન કર્યા. એ પછી તેમને જે સંતાનો થયાં તેમના પાલનપોષણની જવાબદારી પણ હીરાબા પર જ હતી. તેઓ કહે છે કે તેમનાં માતા નાની વયમાં જ માતા બની ચૂક્યાં હતાં. ભાગ્યને આટલાથી જ સંતોષ ન હતો. નાનાજીનાં બીજાં પત્ની ગુજરી ગયાં પછી તેમણે ત્રીજા લગ્ન કર્યા હતા. તેમનાથી જે સંતાનો થયાં તેમની જવાબદારી પણ હીરાબેન પર જ આવી હતી. એ પછી તેમણે પોતાનાં બાળકોનો પણ ઉછેર કર્યો. આમ છતાં તેમને ક્યારેય પોતાના જીવન અંગે કોઈ ફરિયાદ નહોતી.  

જ્યારે હીરાબાએ કર્યો હતો ચોરોનો સામનો
પ્રહલાદ મોદીએ એક કિસ્સો સંભળાવતાં કહ્યું હતું કે તેમનાં માતા તેમને કહેતા કે તેઓ જે મકાનમાં રહેતા, એની દીવાલ પડી ગઈ હતી. તેઓ સૂતા હતા. તેમની બાજુમાં જ તેમની નાની બહેન હતી. એ સમયે ચોર આવ્યા. તેમના હાથમાં હથિયાર હતા, પરંતુ ત્યારે જ માતા ઊભી થઈ અને ચોરોનો સામનો કર્યો. ચોરોને ભાગવું પડ્યું હતું.

કેમ મજબૂત હતાં હીરાબા, પુત્ર પ્રહલાદે જણાવ્યું
પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે તેમનાં માતા આટલા મજબૂત કઈ રીતે હતાં? તેમણે કહ્યું હતું કે એ વડનગરની તાસીર છે. વડનગરમાં એક જ કૂવો છે, જેમાંથી તમામ લોકો પાણી લઈને ભોજન બનાવે છે. જે ખેતરમાં એ કૂવો હતો તેમના માલિકનું નામ હતું મોગાજી ઠાકુર. તેઓ પાણી માટે કોઈને ઈનકાર કરતા નહોતા. ત્યાંથી દરેક મહિલા બે ઘડા પાણી માથાં પર ઊંચકી લાવતી હતી. ગામના પ્રવેશદ્વારથી અમારું ઘર 15 ફૂટના ઊંચાઈ પર હતું. માતા દરરોજ બેવાર પાણી લાવતાં હતાં અને ત્યાંથી ચઢીને પોતાના ઘરે પહોંચતાં હતાં. કૂવામાંથી પાણી કાઢવા માટે 100 હાથ જેટલું દોરડું ખેંચવું પડતું હતું, તેથી તેમના હાથ-પગ મજબૂત હતા.

પીએમ મોદીના ભાઈ કહે છે, માતા વસ્ત્રો ધોવા માટે તળાવે જતાં હતાં, પછી તેઓ ઘરકામ કરતાં હતાં. અન્યોનાં ઘરોમાં પણ કામ કરતાં હતાં. આ પ્રકારને તેમનું શરીર ઘણું મજબૂત રહ્યું. તેમણે સમગ્ર જીવન મહેનત કરીને વિતાવ્યું, આળસ શબ્દ તેમના જીવનમાં હતો જ નહીં.

જ્યારે માતાએ મોટા ભાઈને માર માર્યો હતો
પ્રહલાદ મોદી કહે છે, તેમનાં માતા ભણ્યા નહોતાં. તેમણે સ્કૂલ જોઈ જ નહોતી. આમ છતાં બાળકોને ભણાવવાની જિજ્ઞાસા હતી. તેઓ અમને હંમેશાં ભણવા માટે પ્રેરિત કરતાં રહેતાં હતાં. એકવાર તેમના મોટા ભાઈ ક્યાંકથી કોઈ ચીજ લઈ આવ્યા. તેઓ બાળક હતા અને તેમને ખ્યાલ નહોતો કે તેમણે ચોરી કરી છે, પરંતુ જ્યારે તેઓ ઘરે આવ્યા તો માતાએ ડંડો લીધો અને તેમને ફટકારવાનું શરૂ કર્યું અને ત્યાં સુધી લઈ ગયા, જ્યાંથી તેઓ એ ચીજ લઈ આવ્યા હતા. તેમણે એ ચીજ પાછી અપાવી. સંસ્કાર આપવાની જે કલા છે એ માતા જ આપી શકે છે અને અમારાં માતા પાસેથી અમને આ સંસ્કાર મળ્યા છે. માતાના સ્વભાવમાં બેઈમાની બિલકુલ નહોતી.

સપ્તાહમાં 5 દિવસ બાજરાનો રોટલો અને કઢી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાના ઘરમાં ગરીબીની જે સ્થિતિ હતી ત્યાં તેમને પોતાનાં બાળકોને સપ્તાહમાં 5 દિવસ કઢી અને બાજરાનો રોટલો ખવડાવવો પડ્યો હતો. કઢીમાં થોડો ચણાનો લોટ નાખવામાં આવતો હતો, છાશ તો ત્યારે મફત મળતી હતી, એમાં એક રિંગણ નાખતા હતા અને પછી તે જ સમગ્ર પરિવાર આરોગતો હતો. માતાની પાસે પરિવારનું સમગ્ર અર્થશાસ્ત્ર હતું, તેઓ જાણતાં હતાં કે કેવી રીતે એક રૂપિયો, પાંચ રૂપિયા કે પછી વગર પૈસે સમગ્ર પરિવાર ચલાવવાનો છે.

પંકજ મોદી સાથે રહેતાં હતાં હીરાબા
હીરાબેન હાલ પોતાના પુત્ર પંકજ મોદી સાથે ગુજરાતના ગાંધીનગરમાં રહેતાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં માતાને આ જ વર્ષે 4 ડિસેમ્બરે મળ્યા હતા, જ્યારે તેઓ ગુજરાત ચૂંટણીપ્રચાર માટે રાજ્યમાં હતા. તબિયત ખરાબ થયા પછી તેઓ માતાને મળવા માટે બુધવારે અમદાવાદ પણ ગયા હતા. હીરાબેનના નિધનની સાથે પીએમ મોદીના જીવનનો એક ભાવુક અધ્યાય બંધ થઈ ગયો છે. એ અધ્યાય જ્યાં એક સંતાન માતાના પાલવમાં લપેટાઈને માની મમતા અનુભવે છે.

Gujaratnow5 min read

Related News