પરીક્ષા પે ચર્ચાના કારણે સ્થગિત થયેલી ધોરણ 9થી 12ની બીજી પ્રિલિ. પરીક્ષા શરૂ, માર્ચમાં બોર્ડની પરીક્ષા

પરીક્ષા પે ચર્ચાના કારણે સ્થગિત થયેલી ધોરણ 9થી 12ની બીજી પ્રિલિ. પરીક્ષા શરૂ, માર્ચમાં બોર્ડની પરીક્ષા

આજે 28મી જાન્યુઆરીથી ધોરણ 9થી 12ની બીજી પ્રિલિમિનરી પરીક્ષા શરૂ થઈ છે. અગાઉ 27 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હોવાના કારણે પરીક્ષા એક દિવસ મોડા શરૂ થઈ છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા શરૂ થઈ છે.

સ્કૂલ કક્ષાએ જ બીજી પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે
ગુજરાતની સ્કૂલોમાં આજથી ધોરણ 9થી 12ની બીજી પ્રિલિમિનરી પરીક્ષા શરૂ થઈ છે. 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી સ્કૂલ કક્ષાએ જ બીજી પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે. બીજી પ્રિલિમિનરી પરીક્ષા બાદ એપ્રિલ મહિનામાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાશે. બોર્ડની પરીક્ષા પૂરી થતાં જ સ્કૂલની પરીક્ષા શરૂ થશે. 20 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થશે.

ધોરણ 9 અને 11નો ભણાવાયું એટલું જ પરીક્ષામાં આવરી લેવાશે
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલની અંતિમ પરીક્ષા હશે. ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ પણ પૂર્ણ થઈ ગયો છે, જેથી 100 ટકા અભ્યાસક્રમ આધારિત પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓની આ બીજી પ્રિલિમિનરી પરીક્ષા છે, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ એપ્રિલ મહિનામાં પણ વાર્ષિક પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 11નો સંપૂર્ણ અભ્યાસક્રમ નહીં, પરંતુ અત્યાર સુધીમાં ભણાવવામાં આવ્યા હોય તેટલા અભ્યાસક્રમના આધારે પરીક્ષા લેવામાં આવશે.

કોરોના કાળમાં ઓફલાઈન સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ હતો
કોરોના બાદ 2022-23ના નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલની તમામ પરીક્ષા સંપૂર્ણ ઓફલાઇન લેવામાં આવી રહી છે. અગાઉ કોરોનાની સ્થિતિને કારણે વિદ્યાર્થીઓને ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવતો હતો. આ વર્ષે બોર્ડ અને સ્કૂલની વાર્ષિક પરીક્ષા નિયમિત સમયે જ યોજાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow