સમ્મેદ શિખરજી સાથે અતૂટ આસ્થા કેમ? 24માંથી 20 તીર્થંકરને અહીં જ મળ્યો મોક્ષ

સમ્મેદ શિખરજી સાથે અતૂટ આસ્થા કેમ? 24માંથી 20 તીર્થંકરને અહીં જ મળ્યો મોક્ષ

દેશભરમાં સમ્મેદ શિખર મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને જૈન સમાજના લોકો પોતાના સર્વોચ્ચ તીર્થ વિસ્તારને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.  

હાલ દેશમાં વિવિધ સ્થળોએ પ્રદર્શન થઈ રહ્યા છે અને આમરણાંત ઉપવાસના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો છે, જેમાંથી 20 તીર્થંકરોએ સમ્મેદ શિખરથી મોક્ષ મેળવ્યો હતો. આ સિવાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાકીના 4 તીર્થંકરોએ ક્યાંથી મોક્ષ મેળવ્યો હતો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2019 માં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આ નોટિફિકેશનમાં સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ નિર્ણય બાદ જૈન સમાજના લોકો રોષે ભરાયા હતા. સમ્મેદ શિખર  ઝારખંડના ગિરિડીહમાં મધુવનની પહાડીઓમાં સ્થિત છે અને એ જગ્યા પે જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ આ પ્રદેશમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી. અને એ કારણે આ સ્થાન જૈન સમુદાય માટે ખૂબ જ આદરણીય છે. જો કે માત્ર જૈન તીર્થંકરો જ નહીં પણ લાખો ઋષિમુનિઓએ સમ્મેદ શિખરથી મોક્ષ મેળવ્યો છે અને સમ્મેદ શિખર જી પર 20 તીર્થંકરોના મોક્ષ સ્થાનો બનાવવામાં આવ્યા છે, જે ટોંકના નામે હાલ ઓળખાય છે.

બાકીના 4 તીર્થંકરોએ ક્યાંથી મોક્ષ મેળવ્યો?
- જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ જી (આદિનાથ) વિશે વાત કરીએ તો એમને અષ્ટપદથી મોક્ષ મેળવ્યો હતો અને આ મંદિર કૈલાશ પર્વતના રૂપમાં બનાવવામાં આવ્યું હતું જે હવે તિબેટમાં આવેલ છે અને ભારતના છેલ્લા ગામ માનાથી માત્ર 3 કિમી દૂર છે.

- જૈન ધર્મના 12મા તીર્થંકર વાસુપૂજ્યએ ચંપાપુર તીર્થમાંથી મોક્ષ મેળવ્યો હતો. જણાવી દઈએ કે ચંપાપુર તીર્થ ભાગલપુર પાસે આવેલું છે.

- જૈન ધર્મના 22મા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમી (નેમિનાથ) એ ગુજરાતની પ્રાચીન ગિરનાર ટેકરીઓમાં મોક્ષ મેળવ્યો હતો. જો કે વર્ષો પહેલા ગિરનાર ક્ષેત્રને લઈને સમેદ શિખર જેવો વિવાદ ઉભો થયો હતો. ગિરનારની ટેકરીઓ પર લગભગ 16 જૈન મંદિરો આવેલા છે, જે એક કિલ્લા જેવા દેખાય છે.

- જૈન ધર્મના છેલ્લા તીર્થંકર એટલે કે વર્તમાન નાયક ભગવાન મહાવીરે બિહારના પાવાપુરીમાં મોક્ષ મેળવ્યો હતો.  જૈન ધર્મના લોકો ભગવાન મહાવીરના મોક્ષ કલ્યાણકના દિવસને દિવાળી તરીકે ઉજવે છે. પાવાપુરીના આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર પાણીની વચ્ચે બનેલું છે અને ચારે બાજુથી કમળના ફૂલોથી ઘેરાયેલું છે.

24 તીર્થંકરોના જાણો
1. ઋષભદેવ જી (આદિનાથ)
2. અજિતનાથ જી
3. સંભવનાથ
4. અભિનંદન જી
5. સુમતિનાથ જી
6. પદ્મપ્રભુ જી
7. સુપાર્શ્વનાથ જી
8. ચંદાપ્રભુ જી
9. . સુમતિનાથ જી
10. શીતલનાથ જી
11. શ્રેયાંસનાથ જી
12. વાસુપૂજ્ય જી
13. વિમલનાથ જી
14. અનંતનાથ જી
15. ધર્મનાથ જી
16. શાંતિનાથ જી
17. કુંથુનાથ જી
18. અરહનાથ જી
19. મલ્લિનાથ જી
20. મુનિસુવ્રત જી
21. નમીનાથ જી
22. નેમિનાથ જી
23. પાર્શ્વનાથ જી
24. મહાવીર સ્વામી જી

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow