Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
health policy

કંપની કર્મચારીઓને હેલ્થ પોલિસી આપે તેમ છતાં કેમ જરૂરી છે પર્સનલ વીમો? ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં આવે પસ્તાવવાનો વારો

Gujaratnow2 min read
કંપની કર્મચારીઓને હેલ્થ પોલિસી આપે તેમ છતાં કેમ જરૂરી છે પર્સનલ વીમો? ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં આવે પસ્તાવવાનો વારો

Covid Period પછી હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન્સનું મહત્વ સમગ્ર દેશમાં અનેકગણું વધી ગયું છે. ત્યારથી જ હેલ્થ ઈન્શ્યોરન્સ વિશે લોકોમાં ઝડપથી જાગૃતિ જોવા મળી છે. કારણ કે હોસ્પિટલમાં એકવાર દાખલ થવા પર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.

જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને ત્યાં તમે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સના ભરોસે બીજુ કોઈ ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ કવર લીધું નથી. તો તમારે આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લેવો જ જોઈએ. કારણ કે તમે તમારી કંપની છોડો છો અથવા નિવૃત્ત થશો ત્યારે તમને તમારા કવરમાંથી બહાર કરી દેવામાં આવશે.

નોકરી છુટી જાય તો તમારી પાસે હોવો જોઈએ હેલ્થ કવર
જો તમારી સાથે એવી સ્થિતિ ઊભી થાય કે તમારી પાસે નોકરી ન રહે તો તમારી પાસે પર્સનલ કવર હોવું જ જોઈએ. પર્સનલ કવર લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે પણ તમે હેલ્થ કવર લો છો, ત્યારે તમારા સ્વાસ્થ્ય સંબંધિત સાચી માહિતી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આલ્કોહોલ કે સિગારેટ પીઓ છો તો આ માહિતી પણ આપો. જેથી આગળ જતા તમને ક્લેમ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે.

લોક-ઈન પીરિયડ
જ્યારે પણ તમે વીમા કવર લો છો ત્યારે અમુક સમયનો લોક-ઇન પીરિયડ પોલિસીમાં હોય છે. એટલા માટે કવર લીધા પછી તરત જ તમને લાભ મળતો નથી. એટલા માટે તમારે અગાઉથી ઈન્ડિવિઝુઅલ કવર પહેલાથી લઈને રાખવું જોઈએ. જેથી જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે તે પોલિસીનો સરળતાથી લાભ લઈ શકો.

આયુર્વેદિક સારવાર માટે લો આવું કવર
જો તમે દવાઓને બદલે આયુર્વેદિક સારવાર કરવા માંગો છો, તો તમે તમારી પોલિસી લેતી વખતે આયુષ કવર લઈ શકો છો. કારણ કે કેટલીક વીમા કંપનીઓ વીમો આપતી વખતે તેમના વીમામાં આયુષ સિસ્ટમનો પણ સમાવેશ કરે છે. આ માટે કેટલીક સબ-લિમિટ પણ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારે એવી યોજના લેવી જોઈએ, જેમાં આયુષ સારવાર માટે વધુ મર્યાદા આપવામાં આવતી હોય.

એડ ઓન રાઈડર્સની સુવિધા
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેતી વખતે, કેટલીક કંપનીઓ તમને કેટલાક એડ ઓન રાઇડર્સની સુવિધા પણ આપે છે, જેને તમે થોડું વધારે પ્રીમિયમ ચૂકવીને ખરીદી શકો છો. તમે કોઈપણ ગંભીર બીમારી સમયે આવા એડ ઓનનો લાભ લઈ શકો છો.

કારણ કે તે તમને એક વધારાનું પ્રોટેક્શન લેયર આપે છે. ઘણી પોલિસીમાં રૂમ અને આઈસીયુને લઈને કેટલાક નિયમો હોઈ શકે છે. આ કિસ્સામાં તમે એડ ઓન રાઇડરમાં આ સુવિધા ઉમેરી શકો છો. કારણ કે તમને આ રાઇડર્સમાં ઘણા વધારાના ફાયદા મળે છે.

Gujaratnow2 min read

Related News