ગુરુવારે અઠવા, વરાછા, સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં પાણીકાપ

ગુરુવારે અઠવા, વરાછા, સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં પાણીકાપ

ખટોદરા જળ વિતરણ મથકની મુખ્ય પાણી લાઇન પર બટરફ્લાય વાલ્વ રિપ્લેસ કરવા અને જુના બુસ્ટર હાઉસ સહિતની ભૂગર્ભ ટાંકીની લાઇનમાં વાલ્વ બેસાડવાની કામગીરી અને કતારગામ વોટર વર્કસથી આવતી મેઇન લાઇનના જોડાણ પર પ્લેટ ફીટ કરવા 23મીને ગુરુવારે સવારથી મેગા ઓપરેશન હાથ ધરાશે. આ માટે વિવિધ જળ વિતરણ મથકની ટાંકી ભરી ન શકાય તેવી સ્થિતિમાં 23મીએ ઉધના, વરાછા, સેન્ટ્રલ, અઠવા અને લિંબાયત ઝોનમાં પાણી કાપ રહેશે.

24 માર્ચે પણ પુરવઠો અંશત: મળે અથવા ઓછાં પ્રેશરથી મળવાની શક્યતા છે. રિપેરિંગ કામગીરી પુરી થતાં જ પુરવઠો રાબેતા મુજબ કરાશે. આ સાથે જ પાલિકાના હાઇડ્રોલિક વિભાગે અસર હેઠળ વિસ્તારના રહીશોને અપીલ કરી છે કે, પાણીનો બિનજરૂરી ઉપયોગ ટાળે તથા જરૂરી માત્રા સંગ્રહ કરી લે તે હિતાવહ રહેશે.

ગુરુવારે શહેરના આ વિસ્તારોને પાણી નહીં મળે

  • અઠવા ઝોન: સિવિલ, ભીમરાડ, ખજોદ, સરસાણા, વેસુ, ભરથાણા, ડુમસ, ગવિયર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, ભીમપોર વગેરે
  • વરાછાઝોન: અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, આઈમાતા રોડ વગેરે
  • સેન્ટ્રલ ઝોન: દિલ્હી ગેટથી ચોક બજાર, રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, અલકાપુરી, ગોટાલાવાડી વગેરે
  • ઉધના ઝોન-એ: બમરોલી તેમજ ગોવાલકની સોસાયટીઓ, પાંડેસરા -ખટોદરા GIDC વગેરે
  • લિંબાયત ઝોન: લિંબાયત, નીલગીરી સર્કલ, નવાગામ (ડીંડોલી), રીંગ રોડને સમાંતર ટેક્સટાઈલ માર્કેટો, હળપતિ કોલોની, ડી-ટેનામેન્ટ ગાંધીનગર, બેઠી કોલોની વગેરે

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow