બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં લાવવું છે? તો આજથી જ ડાયાબિટીસના દર્દીઓ ફૉલો કરે આ ટિપ્સ

બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં લાવવું છે? તો આજથી જ ડાયાબિટીસના દર્દીઓ ફૉલો કરે આ ટિપ્સ

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના પર કાબુ મેળવવા માટે દર્દીએ પોતાના ભોજન અને લાઈફસ્ટાઈલ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. દુનિયાભરમાં ડાયાબિટીસની સમસ્યાથી કરોડો લોકો ઝઝુમી રહ્યા છે.

આ બીમારીમાં વ્યક્તિના શરીરમાં ઈંસુલિનનો યોગ્ય રીતે ઉપયોગ નથી થતો જેના કારણે બ્લડ શુગર વધી જાય છે. માટે ડાયાબિટીસના દર્દીઓને દર વખતે પોતાના શુગરને કંટ્રોલમાં રાખવાની જરૂર હોય છે.

નાનકડી ભૂલથી થઈ શકે છે મોટુ મુશ્કેલી
ભોજન અને લાઈફસ્ટાઈલમાં નાનકડી બેદરકારીના કારણે બ્લડ શુગર વધી શકે છે. સ્થિતિ ગંભીર થવા પર વ્યક્તિ માટે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. માટે ડાયાબિટીક દર્દીઓને ખાસ કરીને દરેક સમયે પોતાના બ્લડ શુગર પર નજર રાખવી જોઈએ.

આ રીતે કાબૂમાં રાખો બ્લડ શુગર
ડાયાબિટીસના દર્દીઓને પોતાનું શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે દરરોજ પોતાના ભોજનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ કંડીશનમાં તમારે ખાંડ અને તેનાથી બનેલા ખાદ્ય પદાર્થોની ચરી પાડવી પડે છે.

જોકે ફક્ત ખાંડ  જ નહીં પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જે શરીરમાં રક્ત શર્કરાના સ્તરને વધારે છે. માટે તેમના હાઈ કેલેરી, સેચુરેટેડ ફેટ, ટ્રાંસ અને ફેટ યુક્ત ફૂડ્સનું પણ ઓછુ સેવન કરવું જોઈએ.

એક્ટિવ રહેવું જરૂરી
ડાયાબિટીસના દર્દીઓ માટે ભોજન પર ધ્યાન આપવાની સાથે સાથે એક્ટિવ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. તેના માટે દરરોજ એક્સરસાઈઝ કરો. જો તમે એક્સરસાઈઝ નથી કરતા તો થોડો સમય સવારે અને સાંજે વોક જરૂર કરો.

તમે જેટલા એક્ટિવ રહેશો બ્લડ શુગર તેટલુ જ કંટ્રોલમાં રહેશે. તમારા ડોક્ટરની સલાહ પર અમુક હલ્કી-ફુલ્કી એક્સરસાઈઝ પણ પોતાના રૂટીનમાં શામેલ કરી શકો છો.

ભોજન પર કંટ્રોલ
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ભોજનનો રોલ મહત્વનો હોય છે. આવી સ્થિતિમાં તમારે વધારેમાં વધારે હેલ્ધી ફાઈબર વાળા ફૂડ્સ અને ફળ-શાકભાજીનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીને ડોક્ટરની જણાવેલી ડાયેટનું ખાસ પાલન કરવું જોઈએ.

આ બીમારીમાં સમય પર ભોજન કરવું ખૂબ જ જરૂરી છે. ભોજન સ્કિપ કરવાથી તમારૂ બ્લડ શુગર વધી શકે છે. ખાલી પેટ રહેવાથી તમને ઘણી અન્ય મુશ્કેલીઓ થઈ શકે છે. માટે સમય સમય પર કંઈકને કંઈક ખાતા રહો. પરંતુ ધ્યાવન રાખો કે હેલ્ધી ફૂડ્સ જ ખાવા.

પોતાને રાખો હાઈડ્રેટેડ
જો તમે ડાયાબિટીક છો તો તમારે કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. કોલ્ડ ડ્રિંક્સની જગ્યા પર લીંબુ પાણી, નારિયેળ પાણી અને શાકભાજીના જ્યુસ જેવા હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરો.

તેનાથી તમે હાઈડ્રેટેડ રહેશો અને તમારૂ બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. સોડા અથવા અન્ય શુગરી ડ્રિંક્સ પીવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે એવામાં આ વસ્તુઓથી દૂર રહો.

ફ્રૂટ જ્યુસ હેલ્થ માટે હાનિકારક
ફળોનો જ્યુસ પણ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ વધારે હાનિકારક છે. ફળોના જ્યુસમાં વધારે માત્રામાં શુગર હોય છે જે બ્લડ શુગરને ઝડપથી વધારે છે.

આલ્કોહોલનું ન કરો સેવન
આલ્કોહોલના સેવનથી પણ ડાયાબિટીક દર્દીઓને નુકસાન થાય છે. આ બ્લડ શુગર વધારે છે. આ ખાંડ અને કાર્બ્સથી ભરપૂર હોય છે. તેનાથી હાઈપોગ્લાઈસીમિયાની સ્થિતિ પણ બની શકે છે.

લાંબા સમય સુધી હાઈપોગ્લાઈસીમિયાથી પરેશાની ખતરનાક થઈ શકે છે અને તેમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. આજ કારણ છે કે ડાયાબિટીઝના દર્દીઓને ખાસ કરીને બિયર અને વાઈનનું સેવન ઓછુ કરવાની સવાહ આપવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow