ઑનલાઇન ફ્રોડથી બચવું છે? તો ફટાફટ તમારા ઇન્ટરનેટ બેંકિંગને કરો સુરક્ષિત, ફૉલો કરો આ 4 સ્ટેપ્સ

ઑનલાઇન ફ્રોડથી બચવું છે? તો ફટાફટ તમારા ઇન્ટરનેટ બેંકિંગને કરો સુરક્ષિત, ફૉલો કરો આ 4 સ્ટેપ્સ

એક સમય એવો હતો કે દરેક નાના-મોટા કામ માટે બેંકમાં જવું પડતું હતું. એ પછી ભલે ખાતું ખોલાવવાથી લઈને પૈસા ઉપાડવા અને જમા કરાવવા જએવું કામ હોય, દરેક કામ માટે બેંકમાં જવું ફરજિયાત હતું પણ ધીરે ધીરે સમય બદલાતો રહ્યો અને હવે સમય એટલો બદલાઈ ગયો છે કે બેંકને લગતા મોટાભાગના કામ ઘરે બેસીને જ ચપટીમાં થઈ જાય છે. પૈસા મોકલવાથી લઈને પૈસા જમા કરાવવા અને લોન લેવા જેવી પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે અને આ બધી પ્રક્રિયામાં ગ્રાહકોની મદદ કરે છે ઈન્ટરનેટ બેંકિંગ. પણ એ યાદ રાખવું એ જરૂરી છે કે તમારું ઈન્ટરનેટ બેન્કિંગ પણ સિક્યોર રાખવું પડે છે નહીં તો છેતરપિંડી કરનારાઓ મહેનતની કમાણી આંખના પલકારામાં ખાલી કરી શકે છે. આજે અમે તમને જણાવશું કે ઇન્ટરનેટ બેન્કિંગ સમયે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

આ બાબતોનું રાખો ધ્યાનઃ-

પાસવર્ડ બદલતા રહો અને મજબૂત રાખો
જો તમે ઇચ્છો છો કે તમારી નેટ બેન્કિંગ સિક્યોરડ રહે અને કોઈ તમારી સાથે છેતરપિંડી ન કરી શકે તો એ માટે પાસવર્ડ તેમ મહત્વની ભૂમિકા ભજવે છે. એ માટે તમારે તમારા ઈન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ મજબૂત રાખવો પડશે અને એ સાથે સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. સામાન્ય રીતે દરેક લોકો 1234567 અથવા નામ પછી 12345 જેવા સરળ પાસવર્ડ છે પણ તેની જગ્યા એ ઉદાહરણ તરીકે તમારે AI!ELCE@409872 #$ જેવા પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ.

બીજી કોઈ સિસ્ટમ પર લોગીન ન કરવું
ખાસ ધ્યાનમાં લેવા જએવી વાત એ છે કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતાં સમયે કોઈ બીજાના લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ પર લોગીન ન કરવું જોઈએ, આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. એટલા માટે ભૂલથી પણ સાયબર કાફે, કોઈ મિત્ર કે ઓફિસ કે કોઈ અજાણી સિસ્ટમ પર નેટ બેન્કિંગ લોગીન ન કરો.

કોઈપણ વેબસાઈટ પર બેંકિંગ ડિટેલ્સ સેવ ન કરો
જો તમે છેતરપિંડીથી બચવા માંગો છો તો ભૂલથી પણ તમારી બેંકિંગ માહિતી કોઈપણ થર્ડ પાર્ટી વેબસાઇટ પર સેવ ન કરો. ઉદાહરણ તરીકે ઘણા લોકો બ્રાઉઝર અથવા કોઈપણ શોપિંગ વેબસાઈટ પર નેટ બેન્કિંગથી લોગિન કરે છે ત્યારે ત્યાં લોકો આઈડી અને પાસવર્ડ સેવ કરે છે જેથી બીજી વખત ઉપયોગ કરવા પર સરળતા રહે પણ આવું ક્યારેય ન કરવું જોઈએ, આમ કરવાથી છેતરપિંડી થવાની શક્યતા ઘણી વધી જાય છે.

અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું
આજકાલ ઘણા લોકોને ઈમેલ, મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા અજાણી લિંક્સ મળતી આવે છે અને જો તેના પર ભૂલથી ક્લિક કરવામાં આવે તો આંખના પલકારામાં તમારી બેંકિંગ માહિતી ચોરી થઈ શકે છે અથવા તમારી સિસ્ટમ અને મોબાઈલ હેક પણ થઈ શકે છે. આ માટે ખાસ ઘ્યાન રાખો કે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow