વ્હાઈટ શુગરની જગ્યાએ આ વસ્તુનો કરો ઉપયોગ, ડાયાબિટીસનુ જોખમ ટળી જશે

વ્હાઈટ શુગરની જગ્યાએ આ વસ્તુનો કરો ઉપયોગ, ડાયાબિટીસનુ જોખમ ટળી જશે

બ્રાઉન શુગરનો ઉપયોગ વધુ ફાયદાકારક

હાલના સમયમાં પોતાને ફિટ રાખવો એક મોટો ચેલેન્જ બની રહ્યો છે. લોકોની બગડતી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાનપાન આરોગ્ય પર નકારાત્મક અસર નાખી રહી છે.  

કેટલાંક લોકોને ખાવામાં મીઠુ વધારે પસંદ હોય છે અને વસ્તુઓને મીઠી બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે.  

તમે અવાર-નવાર સાંભળ્યું હશે કે ભોજનમાં આપણે વ્હાઈટ શુગરની જગ્યાએ બ્રાઉન શુગરનો ઉપયોગ કરવો જોઈએ.  

જેનાથી પાચન તંત્ર સારું રહે છે. જેના કારણે અપચો, કબજીયાત અને પેટની સમસ્યાઓ દૂર થાય છે.  

ઘણા લોકો હેલ્થ એક્સપર્ટની સલાહને માનીને બ્રાઉન શુગરનો ઉપયોગ તો કરે છે, પરંતુ તેમને વ્હાઈટ શુગર અને બ્રાઉન શુગર વચ્ચેના તફાવતની ખબર હોતી નથી.

વ્હાઈટ શુગર અને બ્રાઉન શુગરમાં ફરક

વ્હાઈટ શુગર અને બ્રાઉન શુગર બનાવવાની પ્રારંભિક પ્રક્રિયા લગભગ એકજેવી હોય છે, પરંતુ છેલ્લાં તબક્કામાં બંનેમાં થોડો ફેરફાર કરવામાં આવે છે.  

બ્રાઉન શુગરમાં ગોળની માત્રા રહેલી હોય છે, જેના કારણે શુગરનો રંગ ભૂરો અથવા બ્રાઉન કલરનો હોય છે. મોટાભાગના ઘરમાં વ્હાઈટ શુગરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બ્રાઉન શુગરનુ ચલણ ધીરે-ધીરે વધવા લાગ્યું છે.

બ્રાઉન શુગરના ફાયદા

વ્હાઈટ શુગરની તુલના કરીએ તો બ્રાઉન શુગર હેલ્થ માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. જેમાં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ સહિત બીજા પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે.  

આ સિવાય તેમાં કૉપર, ફાસ્ફોરસ અને આયરન પણ હોય છે. બ્રાઉન શુગરમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે.  

જેના સેવનથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય બ્રાઉન શુગર ઉપયોગ ફેસપેક તરીકે પણ કરવામાં આવે છે.  

બ્રાઉન શુગરનો ઉપયોગ કરવાથી સ્કિન મુલાયમ અને ચમકદાર દેખાય છે. બ્રાઉન શુગરને આદુની સાથે મિલાવીને સેવન કરવાથી શરદી-ઉધરસ જેવી બિમારીઓથી બચાવ થાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow