ગુજરાતમાં એક-બે નહીં G20ની કુલ 15 બેઠકો: જુઓ કયા કયા શહેરોમાં આવશે વિદેશી મહેમાનો? તૈયારીઓ શરૂ

ગુજરાતમાં એક-બે નહીં G20ની કુલ 15 બેઠકો: જુઓ કયા કયા શહેરોમાં આવશે વિદેશી મહેમાનો? તૈયારીઓ શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રેસિડેન્સીને લગતા પાસાઓ પર ચર્ચા કરવા માટે રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલોની એક વીડિયો મીટિંગની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાને તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, ભારતનું G20 પ્રેસિડન્સી સમગ્ર રાષ્ટ્રનું છે અને દેશની શક્તિઓને દર્શાવવાની અનોખી તક છે.

પ્રધાનમંત્રીએ ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને વિવિધ G20 કાર્યક્રમોના સંગઠનમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગની માંગ કરી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, G20 પ્રેસિડેન્સી પરંપરાગત મોટા મહાનગરોની બહાર ભારતના ભાગોને પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આમ આપણા દેશના દરેક ભાગની વિશિષ્ટતા બહાર આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી-રાજ્યપાલ પણ જોડાયા

આ કોન્ફરન્સમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો અને G20 સમિટની 15 બેઠકોની યજમાની કરવાની તક આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આ દરમિયાન ગુજરાતનો અનોખો વારસો, પરંપરાઓ, સંસ્કૃતિ, નવીન પ્રોજેક્ટ્સ, રોકાણની તકો વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

આ શહેરોમાં થશે G20ની બેઠકો

રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા, પ્રોટોકોલ, લોજિસ્ટિક્સ, પ્રવાસન વગેરે પાસાઓ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે.  G20 સમિટની બેઠકો અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ અને એકતાનગર ખાતે યોજાવાની છે. ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભારત આવશે અને આંતરરાષ્ટ્રીય મીડિયા વિવિધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેને હાઇલાઇટ કરતાં પ્રધાનમંત્રીએ આ તકનો ઉપયોગ કરીને પોતાને આકર્ષક વ્યવસાય, રોકાણ અને પ્રવાસન સ્થળો તરીકે રિબ્રાન્ડ કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મહત્વ પર ભાર મૂક્યો હતો.

PM મોદીએ સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના અભિગમ દ્વારા G20 ઈવેન્ટ્સમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. આ બેઠકમાં રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો અને લેફ્ટનન્ટ ગવર્નરોએ તેમના વિચારો શેર કર્યા. આ સાથે G20 બેઠકોની યોગ્ય રીતે યજમાની કરવા માટે રાજ્યો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ પર ભાર મૂક્યો. આ બેઠકને વિદેશમંત્રીએ પણ સંબોધિત કરી હતી અને ભારતના G20 શેરપા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow