બ્લડપ્રેશર થઈ લઈને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં માટે રામબાણ છે ફાઇબરથી ભરપૂર આ ફળ, જાણો ફાયદા

બ્લડપ્રેશર થઈ લઈને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં માટે રામબાણ છે ફાઇબરથી ભરપૂર આ ફળ, જાણો ફાયદા

કિવી હવે તો લગભગ દરેક ઋતુમાં મળતું ફળ બની ગયું છે, પરંતુ બહુ ઓછા લોકો તેના ફાયદા વિશે જાણતા હોય છે.  

આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષક લાગે, પરંતુ તે આપણાં આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ૧૦૦ ગ્રામ કિવીમાં ૬૧ કેલરી, ૧૪.૬૬ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, એક ગ્રામ પ્રોટીન, ત્રણ ગ્રામ ફાઇબર, રપ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્ત્વ છે.  

કોલેસ્ટ્રોલને બેલેન્સમાં રાખવું હોય તો સવાર સાંજ કિવીને આઠ અઠવાડિયાં સુધી ખાવું જોઇએ, તેનાથી કોલેસ્ટ્રોલ ચોક્કસ કંટ્રોલમાં આવી જશે. જો ત્રણ કિવી આઠ અઠવાડિયાં સુધી ખાવામાં આવે છે તો બ્લડપ્રેશર નિયંત્રણમાં આવી જશે. કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે. કિવીમાં રહેલાં તત્ત્વ પાચન સુધારે છે.

- કિવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખીને ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. તેનાં સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અને અન્ય કેટલીક ગંભીર બીમારીઓથી દૂર રહી શકાય છે.

- કિવીમાં રહેલાં તત્ત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાને રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

- કિવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કિવીનાં સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવાસ્કુલર રોગોથી બચી શકાય છે. તે સિવાય કિવીમાં એન્ટીઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સોજાની સમસ્યા દૂર રહે છે.

- તમને પૂરતી ઊંઘ ન આવતી હોય તો કિવીનું સેવન કરી શકો છો. જેનાથી તમારું મન શાંત રહેશે અને ઊંઘ પણ સારી આવશે. કિવી ખાવાથી ઊંઘની ક્લોલિટી પણ સારી થઇ જાય છે.

- કિવીમાં લ્યુટિન રહેલાં છે, જે આપણી ત્વચા અને ટિશ્યુને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કિવીનાં નિયમિત સેવનથી આંખની કેટલીક બીમારીઓ દૂર રહે છે. આંખની વધારે સમસ્યા એવી છે જેને લ્યુટિન નષ્ટ થવાના કારણે ઉત્પન્ન થાય છે. તે સિવાય કિવીમાં ભરપૂર વિટામિન એ રહેલું છે. કિવી આંખોની રોશનીને વધારે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow