આ વ્યક્તિઓએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, નહીંતો થશે ભંયકર નુકશાન

આ વ્યક્તિઓએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, નહીંતો થશે ભંયકર નુકશાન

લોકો સ્વસ્થ્ય રહેવા માટે હળદર વાળા દૂધ પીવાની સલાહ આપતા હોય છે, જેના અનેક ફાયદા પણ છે. હળદર એન્ટીસેપ્ટિક ગુણથી ભરપુર હોય છે,  

તેવામાં જો તમે દૂઘની સાથે મિક્સ કરીને તેને પીવો છો તો તેનો ગુણોમાં વધારો થાય છે. હળદરવાળુ દૂધ અનેક બીમારીઓમાં લાભદાયી છે.  

પરંતુ અમુક લોકોને આ દૂધ નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે કઇ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ના કરવું જોઇએ?

1. ગર્ભવતી મહિલાએ ના પીવુ આ દૂધ
પ્રેગ્નેટ મહિલાઓને હળદરવાળુ દૂધ પીવાનું કહેવામાં આવે છે જેથી બાળક ગોરુ આવે. પરંતુ હળદર ગર્ભાશયને સંકોચે છે, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ અથવા ગર્ભાશયમાં ટ્વિચ પેદા કરી શકે છે. ઘણા કેસમાં હળદર કેન્સર સેલ્સથી લડવામાં મદદ કરે છે. તો બીજા કેસમાં જોવા મળ્યુ છે કે આ બ્રેસ્ટ કેન્સરને પ્રોત્સાહન આપે છે.

2. પેટને લગતી સમસ્યા
જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તો આ લોકોએ હળદરવાળુ દૂધનું સેવન ઓછામાં ઓછુ કરવુ જોઇએ. વધારે માત્રામાં હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. તેવામાં હળદરવાળુ દૂધ પીવાથી પેટ ખરાબ થઇ શકે છે. હળદરમાં રહેલા કરક્યબમિન એક્ટિવ કંપાઉન્ડના કારણથી ઝાડા અને ઉબકા જેવી સમસ્યા થઇ શકે છે. તે સાથે તમને મસાલા ખાવાથી એલર્જી થતી હોય તો હળદરનો ઉપયોગ પણ બંધ કરવો, નહીં તો એલર્જી વધી શકે છે.

3.ગોલબ્લેડર અને લીવરની સમસ્યા
જો તમારા શરીરમાં કોઇપણ ભાગમાં સ્ટોન છે તો હળદરવાળુ દૂધ પીવાથી પરહેઝ કરવો જોઇએ. ખાસ કરીને ગ્લોબ્લેડરની તકલીફ હોય તે લોકોએ ખાસ કારણ કે તેમની મુશ્કેલી વધી શકે છે. જો તમને લીવરથી જોડાયેલી કોઇ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો, કારણ કે આનાથી તમારી સમસ્યા વધી શકે છે.

4. વધારે છે ઇનફર્ટિલિટી
હળદરવાળુ દૂધ પુરુષોના સ્પર્મ ક્વોલિટી પર ખરાબ પ્રભાવ પાડે છે. તેને પીવાથી શુક્રાણુ નબળા થઇ જાય છે. તેથી જો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow