તંત્રએ બાકી વેરા વસૂલવા નળજોડાણ કાપવા ચીમકી આપી, પ્રજાએ કહ્યું 'પહેલા પાણી તો નિયમિત કરો'

તંત્રએ બાકી વેરા વસૂલવા નળજોડાણ કાપવા ચીમકી આપી, પ્રજાએ કહ્યું 'પહેલા પાણી તો નિયમિત કરો'

છેલ્લા ઘણા સમયથી ધોરાજી પાલિકા અને પ્રજા આમને સામને આવી ગયા હોય તેવી ઘટનાઓ સર્જાઈ રહી છે. આજથી 21 દિવસ પહેલા પાલિકા ખાતે મહિલાઓએ સતત 3 દિવસ સુધી પીવાના પાણી મામલે ધરણા કર્યા હતા. જેના પડઘા રાજ્યકક્ષાએ પડયા હતા. જે બાદ ખુદ પ્રાદેશિક નગરપાલિકા નિયામક દોડી આવ્યા હતા અને તેમણે નિયમિત પાણી વિતરણ માટેની તાકીદ કરી હતી. પરંતુ હજુ પણ નગરજનો પીવાના પાણીની સમસ્યાથી પીડાય રહ્યા છે. ત્યારે ધોરાજી પાલિકાએ બાકી વેરા વસૂલવાની કવાયત હાથ ધરી છે અને નળજોડાણ કાપવા ચીમકી આપી છે ત્યારે સામે પક્ષે પ્રજાએ પણ 'પહેલા પાણી તો નિયમિત કરો'નો કટાક્ષ કરીને તંત્રને રોકડું પરખાવ્યું હતું.  

કડક ઝૂંબેશ હાથ ધરાઈ
ધોરાજી નગરપાલિકાએ મિલ્કત વેરો, પાણી વેરો સહિતના બાકી લેણાંની વસૂલાત કરવા કડક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે બાકી મિલકતદારો વેરો નહી ભરે તેમના નળ જોડાણ કાપવા સહિતના પગલાંઓ ભરવાંની તાકીદ કરાઈ છે. ધોરાજીમાં મિલકત ધારકો નગરપાલિકાનો બાકી વેરો સત્વરે ભરે તે માટે ધોરાજી નગરપાલિકાએ બાકી લેણદારો પર કડક પગલાં ભરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ધોરાજી નગરપાલિકા દ્વારા મિલકત વેરાના મોટા બાકીદારો સામે વસુલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

બાકીદારો સામે નોટિસ કાઢવામાં આવી
બાકી રહેતો વેરો અને બિલ નહીં ભરતા બાકીદારો સામે નોટિસ કાઢવામાં આવી છે. નોટિસ મળ્યા બાદ પણ જો બાકીદારો દ્વારા નગરપાલિકાનો વેરો ભરવામાં નહીં આવે તો તેમના નળ જોડાણ કાપી નાખવામાં આવશે તેમજ તેમની મિલકત પણ ટાંચમાં લેવા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજીના મિલકત વેરાના બાકીદારો સામે વેરા વસુલાત માટે નગરપાલિકા કડક કાર્યવાહી કરવા જઈ રહી છે

પ્રાથમિક સુવિધા પુરી પાડો
સામે પક્ષે ધોરાજીના કેટલાક નગરજનોએ પણ જણાવ્યું હતું કે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા જે વેરા વસૂલવામાં આવે છે તેની સામે પાલિકા તંત્ર એ લોકોને જરૂરી પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાની હોય છે જેમાં પાણી નિયમિત સફાઈ જેવા કામો નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે કરવામાં આવતા નથી અને વેરા વસૂલવા માટે તંત્ર દ્વારા કાયવાહી હાથ ધરાઈ છે તો લોકોને પાલિકા દ્વારા જરૂરી સુવિધાઓ પણ પૂરી પડે તેવી લોક લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow