સવારે નાસ્તો ન કરવાની આદતથી બની શકો છો આ 4 બિમારીઓના શિકાર

સવારે નાસ્તો ન કરવાની આદતથી બની શકો છો આ 4 બિમારીઓના શિકાર

આજના આ ભાગદોડવાળા જીવનમાં લોકો નાસ્તો કરવાનું છોડી દે છે. આ આદતથી તમને એક દિવસ માટે નહી પણ આજીવન માટે નુકસાન થઈ શકે છે. કારણકે નાસ્તો આપણા શરીરમાં એનર્જિ બુસ્ટરનું કામ કરે છે. નાસ્તો ખાલી આપણા શરીરને જ નહી પરંતુ મગજને પણ કામ કરવાની શક્તિ આપે છે. સવારે નાસ્તો ના કરવાની આદત તમને બિમાર કરી શકે છે. ચાલો જાણીએ નાસ્તો ના કરવાથી થતી બિમારીઓ વિશે.

1. ડાયાબિટીસ- Diabetes:
નાસ્તો ના કરવાથી ઇન્સ્યુલિન પ્રોડક્શનને નુકસાન પંહોચે છે. કારણકે આખી રાત દરમિયાન જયારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું શરીર શુગરનો ઉપયોગ કરે છે. જેથી આપણા શરીરમાં શુગર લેવલ ઓછું થઈ જાય છે. સમયસર નાસ્તો કરવાથી તેને બેલેન્સ થવામાં મદદ મળે છે અને ઇન્સ્યુલિન પ્રોડક્શનને વ્યવસ્થીત રાખે છે. લાંબા સમય સુધી નાસ્તો ના કરવાથી અથવા એક સાથે વધુ નાસ્તો કરવાથી તમારા શરીરનું ખરાબ શુગર મેટાબોલિસ્મ અને ડાયાબિટીસ વધી શકે છે.

2. તણાવને કારણે હોર્મોનમાં બદલાવ - Stress:
નાસ્તો કરવાથી કોટિૅસોલ હોર્મોન નથી વધતું પણ જ્યારે તમે નાસ્તો નથી કરતાં ત્યારે કોટિૅસોલ હોર્મોનનું લેવલ વધી જાય છે. એટલા માટે સવારે 7 વાગ્યામાં થોડું ખાવું જરૂરી છે જેથી તમારા હાર્મોન્સનું સ્તર નીચે રહે. કારણકે જ્યારે આનું સ્તર વધી જાય છે ત્યારે તમને ચિંતા અથવા ચીડયાપણું વધી જાય છે.

3. હાઇ બીપીની બીમારી - High BP:
નાસ્તો ના કરવાથી હાઇ બીપીની તકલીફ થઈ શકે છે. સવારે નાસ્તોના કરવાથી તમારું વજન અને એથરોસ્ક્લેરોસિસ તથા હાઇ બીપીની તકલીફ વધી શકે છે. તમારી આ દિનચર્યાથી તમે હ્રદયરોગના શિકાર બની શકો છો.

4. થાઈરૉઈડની બીમારી - Thyroid Imbalance:
નાસ્તોના કરવાથી તમને થાઇરોઇડની બીમારી થઈ શકે છે. સમયસર નાસ્તોના કરવાથી તમારા હાર્મોન્સના પ્રોડક્શનમાં તકલીફ થઈ શકે છે. જે થાઇરોઇડની બીમારીને વધારે છે. આના લીધે શરીરનું વજન વધી શકે છે. આ આદતને વહેલી તકે છોડવી જોઈએ.

નાસ્તો કરવાનો સાચો સામય
નાસ્તો કરવાનો સાચો સમય સવારે 7/8 વાગ્યાનો છે. કોઈ પણ સ્થિતિમાં તમારે સવારે 10 વાગ્યા પહેલા નાસ્તો કરી લેવો જોઈએ. નહિતર બેઠા-બેઠા જ આ બધી બીમારીઓનો શિકાર બની જશો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow