ઓજે જ છોડી દો ઓવનમાં ભોજન ગરમ કરવાની આદત, શરીરમાં 80% સુધી વધી જાય છે ટોક્સિક બેક્ટેરિયા

ઓજે જ છોડી દો ઓવનમાં ભોજન ગરમ કરવાની આદત, શરીરમાં 80% સુધી વધી જાય છે ટોક્સિક બેક્ટેરિયા

ગરમમા ગરમ ખોરાક ભોજનનો સ્વાદ વધારે છે. શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં લોકોને ગરમ ખોરાક ખાવાનું પસંદ હોય છે. હવે દરેક જગ્યાએ ગેસ પર ખોરાક ગરમ કરી શકાતો નથી. તેથી જ ઓવને તેનું સ્થાન લીધું છે. હવે ઘરમાં તેમજ ઓફિસમાં પણ ઓવન હોય છે. જેથી ઓફિસમાં કામ કરતા લોકો ભોજનને સરળતાથી ગરમ કરીને ખાઈ શકે. મોટાભાગના ઘરોમાં જ્યારે ખોરાક ઠંડો થાય છે. ત્યારે તેને ઓવનમાં ગરમ ​​કરીને ખાવામાં આવે છે.

ખોરાકને વારંવાર ગરમ કરવાથી વધી જાય છે બેક્ટેરિયાની સંખ્યા
હકીકતે ઓવનમાં ખોરાક થોડી સેકંડમાં ગરમ ​​થાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ખોરાકને વારંવાર ગરમ ન કરવો જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે હંમેશા તાજો ખોરાક લેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ખોરાકને વારંવાર ગરમ કરવાથી તેમાં બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે, જેના કારણે ખોરાક ઝેરી બની જાય છે.

ઓવનમાં આ જોખમ વધુ હોય છે. તમને જણાવી દઈએ કે કેટલાક એવા ખોરાક છે જેને ભૂલથી પણ માઇક્રોવેવમાં ગરમ ​​ન કરવા જોઈએ. આનાથી ફૂડ પોઈઝનિંગ, પેટ ખરાબ થવાની સમસ્યા, પેટમાં ગેસ થઈ શકે છે.

બટાકા
જો તમે બટાકાના શાકને ઓવનમાં ગરમ કરો છો તો આવું બિલકુલ ન કરો. બટાકામાં ગરમ ​​વાતાવરણ સી. બોટ્યુલિનમ બેક્ટેરિયાને વધારે છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી શકે છે.

ઈંડુ
ઈંડા બનાવ્યા પછી, જ્યારે તે ઠંડુ હોય ત્યારે તેને ઓવનમાં ક્યારેય ગરમ ન કરો. તેને ગરમ કર્યા પછી ખાવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. કહેવાય છે કે ઓવનમાં ઈંડાને ગરમ કરવાથી તેમાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. તેનાથી પેટ ખરાબ થવાનું જોખમ વધી જાય છે.

રાતનું બનાવેલું ચિકન સવારે ઓવનમાં ન કરો ગરમ
મોટાભાગના લોકો ચિકન રાત્રે બનાવીને ખાય છે. બચેલા ચિકનને સવારે ઓવનમાં ગરમ ​​કર્યા પછી ખાવામાં આવે છે. લોકોને લાગે છે કે ખોરાકને ફેંકી દેવા કરતાં તેને ગરમ કરીને ખાવું વધુ સારું છે. પરંતુ જો તમે ચિકનને ગરમ કર્યા પછી ખાશો તો તે તમારા માટે ઝેર સમાન બની શકે છે.

કારણ કે આમ કરવાથી ચિકનમાં હાજર પ્રોટીન ઝેરી બની જાય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તે પછી પણ જો તમે રાતના બચેલા ચિકનને ફેંકવા માંગતા ન હોવ તો તેને ગેસ પર ધીમી આંચ પર ગરમ કરીને ખાઈ શકો છો. આમ કરવાથી તેના તમામ બેક્ટેરિયા મરી જાય છે. પરંતુ તેને ઓવનમાં ગરમ ​​કરવાની ભૂલ ન કરો.

ભાત
ઓવનમાં ભાતને ગરમ કરવા પણ યોગ્ય નથી. કારણ કે ભાત રાંધતા જ તે થોડી વારમાં ઠંડો થઈ જાય છે અને ઠંડા ભાત ખાવાનો સ્વાદ બગાડે છે. જલ્દી ખાવાના ચક્કરમાં તમે ભાતને ઓવનમાં ગરમ કરો શકો છો. પરંતુ આવી ભૂલ કરવાથી બચો. આમ કરવાથી તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે. જો તમે તેને ગરમ ખાવા માંગો છો, તો તમે તેને ગેસ પર ધીમી આંચ પર ગરમ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow