અલગ અલગ રાજ્યમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અલગ અલગ રાજ્યમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ગુજરાત જ નહીં સમગ્ર દેશના રાજ્યમાં હાહાકાર મચાવતી આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે મધરપુરા પોલીસને મોટી સફળતા હાથ આવી છે.સુરતના મહિધરપુરા વસ્તાદેવડી રોડ પર આવેલા વારા જવેલર્સના કારખાનામાં રૂ 5.80 લાખની આ ગેંગ દ્વારા ચોરી થઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. બીજી તરફ આ ઘટનામાં પોલીસે ઘરફોડ ચોરી કરનાર આંતર રાજ્ય પૈકીના નેપાળી ગેંગના ચાર સભ્યોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહીધરપુરામાં જ્વેલર્સ ના કારખાનામાં થયેલી જ ચોરીના સીસીટીવી આવ્યા સામે

સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે એક પછી એક મંદિર, સ્કૂલ, હીરાની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી હતી. આવી જ એક ઘટના મહિધરપુરા પોલીસ મથકની હદમાં બનવા પ્રકાશમાં આવી હતી. મહિધરપુરા સ્થિત વસ્તાદેવડી રોડ પર વારા જવેલર્સના કારખાનામાં ચોરી થઈ હતી. રૂ 5.80 લાખનું ગોલ્ડ ચોરી કરી અજણાયા તસ્કરો ફરાર થઇ ગયા હતા.ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં ૪ થી ૫ જેટલા બુકનીધારીઓ ચોરી કરતા નજરે ચડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મહિધરપુરા પોલીસને આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપી પાડવામાં મળી મોટી સફળતા

આ ઘટનાને અંજામ સમગ્ર દેશમાં ચોરી કરી હાહાકાર મચાવનાર આંતર રાજ્ય ગેંગ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ મધરપુરા પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન બાતમીને આધારે મહિધરપુરા પોલીસે આંતરરાજ્ય પૈકીના નેપાળી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે દિલ બહાદુર રઇટા હવજી, રાજેશ મૃગેશ શેટ્ટી કરણ પ્રેમસિંગ વિશ્વકર્મા અને ગણેશ ભીમસિંગ સારકીની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી ફોરવહીલ, ગેસ સિલિન્ડર, લોખંડના સળિયા, ગેસ કટિંગ નોઝલ તેમજ ચોરી કરવા માટેનો અન્ય મુદ્દામાલ કબ્જે કરી મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ફ્લાઈટમાં ચોરી કરવા આવ્યો હતો

મહિધરપુરા પોલીસે પકડેલ આંતર રાજ્ય ચોરી કરતી ગેંગ વિશે માહિતી આપતા ઝોન થ્રી ડી સી પી પિનાકીન પરમાર એ જણાવ્યું હતું કે આ ગેંગ ન માત્ર સુરત પૂરતી પરંતુ આંતર રાજ્ય ચોરીઓ કરતી ગેંગ છે. આ ગેંગના દરેક સભ્ય જુદા જુદા રાજ્યમાંથી ભેગા થયા છે. અનેક રાજ્યના શહેરોમાંથી આ ગેંગ દ્વારા ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે. આ ગેંગ નું મુખ્ય સૂત્રધાર હાલ ફરાર છે પરંતુ માહિતી જાણવા મળી છે તે મુજબ ગેંગ નો મુખ્ય સૂત્રધાર સુરતમાં ચોરી કરવાનું નક્કી થયું ત્યારે તે દિલ્હીથી ફ્લાઇટ મારફતે સુરત આવ્યો હતો. ચોરીને અંજામ આપી દીધા બાદ તે અમદાવાદ તરફ ગયો છે. હાલ તે નેપાળ તરફ જવા માટે તૈયારી કરી રહ્યો છે કે નેપાળ પહોંચી ગયો છે તે માટે પોલીસ તપાસ કરી રહી છે.

ગેંગ દ્વારા અનેક ગુનાઓને અંજામ

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી ગણેશ ભીમસિંગ સારકી અગાઉ રાંદેર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો છે. જયારે રાજેશ મુગેશ શેટ્ટી મહારાષ્ટ્ર ખાતે તથા તેલગણા ખાતે અલગ અલગ પોલીસ મથકોમાં ૧૮ ચોરીના ગુનામાં પકડાયો છે.જયારે દિલ બહાદુર રઈટા હવજી મહારાષ્ટ્ર તથા કર્ણાટક ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ૨ ગુનામાં પકડાયો છે.જયારે કરણ પ્રેમસિંગ વિશ્વકર્મા મહારાષ્ટ્ર ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો છે. આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow