Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
uttar pradesh

ડૉક્ટર બન્યો શેતાન! અલ્ટ્રાસાઉન્ડનું બહાનું કરી મહિલા સાથે કર્યું ગંદુ કામ, બાદમાં આપી જાનની ધમકી

Gujaratnow2 min read
ડૉક્ટર બન્યો શેતાન! અલ્ટ્રાસાઉન્ડનું બહાનું કરી મહિલા સાથે કર્યું ગંદુ કામ, બાદમાં આપી જાનની ધમકી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મહિલાએ ડોક્ટર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અલીગઢના ક્વારસી પોલીસ સ્ટેશન વિસ્તારના રામલીલા મેદાનમાં સંચાલિત ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી મહિલાની સારવાર ચાલી રહી હતી. ડોક્ટરે તેને અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી, ત્યારબાદ ડોક્ટરે મહિલાને એક ટેબલેટ ખવડાવી અને અલ્ટ્રાસાઉન્ડ માટે બીજી હોસ્પિટલમાં લઈ ગયા.

મહિલાએ લગાવ્યો આરોપ

મહિલાનો આરોપ છે કે તેને એક ખાનગી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં ર્ડાક્ટરે મહિલા પર દુષ્કર્મ કર્યું અને કહ્યું કે જો તે કોઈને કહેશે તો તેને મારી નાંખશે. મહિલાનો આરોપ છે કે ર્ડાક્ટરે તેને દવા પીવડાવી હતી. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. મહિલાએ તેના પરિવારને ર્ડાક્ટર દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મ અંગેની જાણ કરી. ત્યાર બાદ પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ર્ડાક્ટર વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો.

જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી

અલીગઢના ખાતે રહેતી એક મહિલા છેલ્લા 8 મહિનાથી ર્ડા. સુરેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તેની હોમિયોપેથીક સારવાર કરાવી રહી હતી. તેમને ર્ડાક્ટર દ્વારા અલ્ટ્રા સાઉન્ડના બહાને મહિલા પર દુષ્કર્મ કર્યું હતું. આ પછી ર્ડાક્ટરે આ ઘટના અન્ય કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ક્વારસીના ઇન્સ્પેક્ટર પંકજ મિશ્રાએ કહ્યું કે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો શું છે તે અંગે તબીબોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ર્ડાક્ટરે તેને દવા પીવડાવી હતી, ત્યારબાદ ડોક્ટરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

Gujaratnow2 min read

Related News