એક ઉંદરના ચક્કરમાં રાતે 3 વાગ્યે અધવચ્ચે ઊભી રહી ટ્રેન, તપાસ બાદ જે સામે આવ્યું જાણી હસી પડશો

એક ઉંદરના ચક્કરમાં રાતે 3 વાગ્યે અધવચ્ચે ઊભી રહી ટ્રેન, તપાસ બાદ જે સામે આવ્યું જાણી હસી પડશો

ભારતમાં ઉંદરોના સાહસોની યાદી ઘણી લાંબી છે! ક્યારેક તેઓ હજારો લિટર દારૂ પીવે છે, તો ક્યારેક ગાંજો ખાય છે. હવે ભારતીય રેલ્વેની એક ટ્રેનમાં ઉંદરે એવું કારનામું કર્યું કે ક્ષણભરમાં આખો કોચ ખાલી થઈ ગયો અને તે રાતનો સમય હતો ખૂબ જ ઠંડી હતી તેથી મુસાફરો ધાબળા ઓઢીને ઠંડી ગરમીનો આનંદ માણતા સૂઈ રહ્યા હતા. અચાનક ફાયર એલાર્મ જોરથી વાગવા લાગ્યું તો તમામ મુસાફરો ઊંઘમાંથી જાગી ગયા હતા. તેઓ સમજતા ન હતા કે આખરે શું થયું? તેઓ ડરના માર્યા આજુ-બાજુ દોડવા લાગ્યા. કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. ટ્રેનમાં આગ લાગી નથી લાગીને તેની તપાસ કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ફાયર એલાર્મ ઉંદર દ્વારા વગાડવામાં આવ્યું હતું.

ટ્રેનનાં મિકેનિકલ સ્ટાફ અને રેલવે કંટ્રોલને જાણ કરી
મળતી માહિતી મુજબ આ ઘટના 4 ડિસેમ્બર, બુધવારે મુઝફ્ફરપુરથી દિલ્હી આવી રહેલી 'સપ્તક્રાંતિ એક્સપ્રેસ' ટ્રેનમાં બની હતી. રાતના લગભગ 3 વાગ્યા હતા. ટ્રેન શાહજહાંપુર જિલ્લાના બંથારા પહોંચી ત્યારે અચાનક થર્ડ એસીના B1 કોચમાં જોરથી ફાયર એલાર્મ વાગવા લાગ્યું.  મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરીને દૂર ઉભા રહી ગયા હતા. આવી સ્થિતિમાં ટ્રેનના લોકો પાયલટે મિકેનિકલ સ્ટાફ અને રેલવે કંટ્રોલને જાણ કરી હતી.

ટ્રેન સવારે 4.30 કલાકે ઉપડી હતી
જે બાદ તપાસ શરૂ કરતા એલાર્મ સિસ્ટમનું બોક્સ ખોલવામાં આવ્યું, જેમાં એક મૃત ઉંદર મળી આવ્યો. ત્યારે ખબર પડી કે આ એલાર્મ વાગવાનું કારણ ઉંદર હતું. ઉંદરના મોતને કારણે આખા કોચમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.  જે બાદ ટ્રેન ચાલવા લાગી હતી. ત્યારે અચાનક આવી સ્થિતિ સર્જાતા કેટલાક મુસાફરો નીચે ઉતરી ગયા હતા. જેથી તેમના સંબંધીઓએ ટ્રેનની ચેઈન ખેંચી હતી. આ સમગ્ર ઘટનાને લઈને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો.  ટ્રેન પહેલેથી જ એક કલાક મોડી ચાલી રહી હતી ત્યારે ટ્રેન ફરીથી સવારે 4.30 વાગ્યે ઉપડી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow