પઠાણ ફિલ્મને લઈને સેન્સર બોર્ડે મેકર્સને આપ્યા મોટા આદેશ: શું બદલાઈ જશે દિપીકાની ભગવા બિકિની?

પઠાણ ફિલ્મને લઈને સેન્સર બોર્ડે મેકર્સને આપ્યા મોટા આદેશ: શું બદલાઈ જશે દિપીકાની ભગવા બિકિની?

દીપિકા-શાહરુખના અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થાય એ પહેલા પઠાણનું પહેલું ગીત બેશર્મ રંગ રિલિઝ કરાયું હતું જેને કારણે ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ હતી અને લોકોએ તેને બૉયકોટ કરવાની પણ માંગ ઉઠાવી હતી.  વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. શાહરૂખ અને દીપિકા ની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણના પહેલા ગીતમાં દીપિકા પાદુકોણની 'કેસરી બિકીની'ને લઈને ઘણું રાજકારણ થયું હતું. ફિલ્મને બેન કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે અને એ મુજબ સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા પડશે.

'પઠાણ'માં કરવામાં આવશે આ ફેરફાર?
સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ પઠાણ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એક્ઝામિનેશન માટે ગઈ હતી. અને ત્યાં એમની ગાઈડલાઇન્સ અનુસાર ફિલ્મને નજીકથી જોવામાં આવી હતી. જણાવી દઈએ કે કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે અને આ ફેરફારો ફિલ્મના ગીતો વિશે પણ છે. આ સાથે જ સમિતિએ પઠાણને થિયેટર રિલીઝ પહેલાં રિવાઇઝ્ડ વર્જન સાથે સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

સર્જકો અને પ્રેક્ષકો વચ્ચે વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી
CBFCના સૂત્રોનું કહેવું છે કે "સેન્સર બોર્ડ હંમેશા જ ક્રિએટિવ એકપ્રેશન અને લોકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખે છે. અમારું માનવું છે કે પરસ્પર વાતચીત દ્વારા તમામ મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય છે. આપણી સંસ્કૃતિ ગૌરવશાળી, જટિલ અને સૂક્ષ્મ છે અનેએ આપણે ધ્યાન આપવું પડશે કે તેને કોઈપણ વાર્તા દ્વારા તેને વ્યાખ્યાયિત ન કરવી જોઈએ. આ સાથે જ તે સત્ય અને વાસ્તવિકતા પરથી ધ્યાન ન હટાવવું જોઈએ, મેં અગાઉ કહ્યું એ મુજબ જ સર્જકો અને પ્રેક્ષકો વચ્ચે વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે અને આ માટે સર્જકોએ આ દિશામાં કામ કરવું જોઈએ.

ગીતે તોડયા રેકોર્ડ્સ
શાહરૂખની ફિલ્મ 'બેશર્મ રંગ'ના ગીતે સલમાન ખાનની ફિલ્મ 'રાધે' ગીતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'રાધે'ના ગીત 'સિટી માર'ને 11 દિવસમાં 100 મિલિયન વ્યૂઝ મળ્યા હતા જ્યારે 'બેશર્મ રંગ' એ 10 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો. આ સાથે જ જણાવી દઈએ કે ધનુષનું 'વાય ધિસ કોલાવેરી ડી' પહેલું હિન્દી ગીત હતું જેણે 100 મિલિયન વ્યૂઝ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 'વાય ધિસ કોલાવેરી ડી' અને 'સિટી માર' પછી હવે 'બેશર્મ રંગ' ટુંક સમયમાં 100 મિલિયન વ્યૂઝ મેળવનાર ત્રીજું ગીત બની ગયું છે. જો આ રીતે જોવામાં આવે તો 'પઠાણ' સંબંધિત તમામ વિવાદોમાં કિંગ ખાનના ગીતને ફાયદો થયો. જો આમ જ રહેશે તો ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરતી જોવા મળશે.

આ દિવસે રિલિઝ થશે પઠાણ
હવે ચાહકો ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હૉન અબ્રાહમ પણ જોવા મળશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow