Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🇮🇳 India

ભારતમાં વધુ 50 ચિત્તા લાવવા માટે દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત શરૂ

Gujaratnow1 min read
ભારતમાં વધુ 50 ચિત્તા લાવવા માટે દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત શરૂ

નામિબિયામાંથી સપ્ટેમ્બરમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા બાદ હવે ભારત વધુ 50 ચિત્તા લાવવા માટે તૈયાર છે. જેના ભાગરૂપે દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત કરાઇ રહી છે. ભારતમાં ચિત્તા લાવવાના કાર્યક્રમ હેઠળ તેમને કુદરતી આવાસમાં છોડતા પહેલાં તેમની સંખ્યા વધારવાની જરૂર છે.

આ પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ચિત્તાના આવાસ તરીકે છે પરંતુ તેમને વનમાં છોડતા પહેલાં તેમની યોગ્ય સંખ્યા હોવી જોઇએ. હજુ સુધી કુનો ચિત્તા માટે આદર્શ આવાસ તરીકે છે કારણ કે આ જગ્યા તેમના માટે જળવાયુ પરિસ્થિતિ મુજબ યોગ્ય છે.

નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તામાંથી પાંચ માદા તરીકે છે. જેમની વય બે વર્ષથી પાંચ વર્ષ વચ્ચેની છે. જ્યારે ત્રણ ચિત્તાની વય 4.5થી 5.5 વર્ષની વચ્ચેની છે. નવા ચિત્તાઓ પણ આ જ વયના રહેશે.

Gujaratnow1 min read

Related News