મતદાન મથકમાં આવા લોકોને નહીં ઊભું રહેવું પડે લાઇન, વોટિંગ પહેલા જાણો ત્રણ ખાસ વાતો

મતદાન મથકમાં આવા લોકોને નહીં ઊભું રહેવું પડે લાઇન, વોટિંગ પહેલા જાણો ત્રણ ખાસ વાતો

વડોદરા શહેર અને જીલ્લામાં આવેલી વિધાનસભાની 10 બેઠકો પર આગામી 5 ડિસેમ્બરનાં રોજ યોજાનાર મતદાન માટે આજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. જીલ્લાની 10 વિધાનસભા બેઠકો પર નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ ચૂંટણીમાં 2590 મતદાન મથકો પૈકી અડધા એટલે કે, 1330 જેટલા મતદાન મથકોનું ઉપર સતત નજર રાખવામાં આવશે.

સગર્ભા અને વૃદ્ધો માટે ખાસ વાહનની વ્યવસ્થા કરાશે
મતદાનના દિવસે સગર્ભાઓ, 80થી વધુની આયુ ધરાવતા વૃદ્ધો, દિવ્યાંગોને મતદાનમાં સરળતા રહે તે માટે અગ્રતા આપવામાં આવશે. આવા મતદારો માટે ખાસ વાહનની વ્યવસ્થા તેમની વિનંતીના આધારે કરવામાં આવી છે. મતદાન મથકમાં મોબાઇલ સાથે પ્રવેશની મનાઇ રહેશે. મતદાર પોતાનો મોબાઇલ ફોન બહાર રાખીને આવે તે અનિવાર્ય છે.

લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે કલેક્ટરની અપીલ
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર તેમજ અધિક નિવાસી કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિએ તમામ મતદારોને લોકશાહીના આ અવસરને સંપૂર્ણ રીતે ઉજવવાની અપીલ કરી છે. અર્બન એપથી એટલે કે એ શહેરી મતદારો જેમને લોકશાહી, મતદાન, મતાધિકાર વિશે સારી રીતે ખબર છે, પરંતુ નિરસતા અને ઉદાસીનતાના કારણે તેઓ મતદાન કરવાનું ટાળે છે. વડોદરા શહેરની બેઠકો કરતા વડોદરા ગ્રામ્યમાં આવેલી વિધાનસભા બેઠકો પર વધારે મતદાન થયું હતું. જેથી આ ચૂંટણીમાં શહેરી મતદારો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

મતદાન મથકે ગર્ભવતી  મહિલાઓ, વૃદ્ધોને પ્રાયોરિટી અપાશે
આ બાબતે વધુમાં વડોદરા કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે 50 ટકા બુથ પરથી વેબ કાસ્ટીંગ થશે. ત્યારે સૌથી વધુ વોટ શેર મળે તેવા ત્રણ રેકોર્ડ કરવાનાં છીએ.

ગર્ભવતી મહિલાઓને પ્રાયોરિટી અપાશે. તેમજ ગર્ભવતી મહિલાઓને પ્રાયોરિટી અપાશે. તેમજ મતદાન મથકમાં મોબાઈલ પર પ્રતિબંધ છે અને વયો વૃધ્ધ મતદારોનો પણ લાઈનમાં નહિ ઉભા રહેવું પડે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow