મકરસંક્રાંતિના દિવસે આ ચીજોથી દૂર રહેજો, નહીં તો આખુંય વર્ષ પસ્તાવાનો પાર નહીં રહે

મકરસંક્રાંતિના દિવસે આ ચીજોથી દૂર રહેજો, નહીં તો આખુંય વર્ષ પસ્તાવાનો પાર નહીં રહે

14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે

હિન્દુ પંચાગ મુજબ, 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે 14 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ઉદિયા તિથિને પગલે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે અમુક એવા કાર્ય હોય છે, જેને ના કરવા જોઈએ.

દારૂનુ સેવન ના કરવુ જોઈએ

મકર સંક્રાંતિના દિવસે દારૂનુ સેવન ના કરવુ જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જીનો સંચાર થવા લાગે છે અને માણસને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ

મકર સંક્રાંતિના દિવસે માણસે તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ. માઘ મહિનામાં આમ પણ તામસિક, નોનવેજ પદાર્થોના સેવન કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા મળતી નથી.

સાત્વિક ભોજન કરવુ ઉત્તમ

મકર સંક્રાંતિએ સાત્વિક ભોજન કરવુ ઉત્તમ રહે છે. સવારથી લઇને સાંજ સુધી માત્ર સાત્વિક ભોજન કરો. એટલું જ નહીં, ભોજનમાં લસણ અને ડુંગળીનો પણ ઉપયોગ ના થવો જોઈએ.

જરૂરીયાતમંદને ખાલી હાથ ના મોકલશો

આ પાવન પર્વના દિવસે જો ઘરમાં કોઈ જરૂરીયાતમંદ અથવા ભિખારી આવે તો તેને ખાલી હાથ ના મોકલશો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઇ શકે છે. પોતાના સામર્થ્ય મુજબ દાન-દક્ષિણા આપી જરૂરીયાતમંદને ઘરમાંથી વિદાય આપો.

ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ

મકર સંક્રાંતિએ ભૂલથી પણ કોઈ ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ. બની શકે તો આવા લોકોને મદદ કરો. ગરીબોને મુશ્કેલી આપવાથી તમે પોતે પરેશાનીમાં પડી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow