Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
south superstar

સાઉથના સુપરસ્ટાર કિચ્છા સુદીપે કર્યુ પુણ્યનુ કામ, 31 ગાયો દત્તક લીધી

Gujaratnow2 min read
સાઉથના સુપરસ્ટાર કિચ્છા સુદીપે કર્યુ પુણ્યનુ કામ, 31 ગાયો દત્તક લીધી

કિચ્છા સુદીપે ફરી એક વખત સારું કામ કર્યુ

સાઉથના સુપરસ્ટાર કિચ્છા સુદીપ પોતાની દમદાર અદાકારી માટે ઓળખાય છે. સુપરસ્ટારે પુણ્યકોટી દત્તુ યોજના હેઠળ કર્ણાટકના દરેક જિલ્લા માટે 31 ગાયોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે.

કિચ્ચા સુદીપે 31 ગાયોને દત્તક લેવાનો નિર્ણય કર્યો

પુણ્યકોટી દત્તુ યોજનાનો ઉદ્દેશ્ય જનતાના સહયોગથી ગૌશાળાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. કિચ્ચા સુદીપે ગુરૂવારે પશુપાલન મંત્રી પ્રભુ બી ચૌહાનના ઘરે જઇને ગૌ પૂજા કરી અને રાજ્ય સરકાર દ્વારા ગાયોના સંરક્ષણ માટે અનુકરણીય કાર્ય કરવાના વખાણ કર્યા છે. સુદીપે આ યોજના પર વાત કરતા કહ્યું, સરકારે મને પુણ્યકોટી દત્તુ યોજનાનો એમ્બેસેડર નિયુક્ત કરી મારી જવાબદારી વધારી દીધી છે. મને પસંદ કરવા માટે હું મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને મંત્રી પ્રભુ ચૌહાણને શુભેચ્છા આપવા માંગુ છુ.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને ગાયોને દત્તક લેવા માટે જણાવ્યું

આ ઉપરાંત સાઉથ સ્ટારે સામાન્ય જનતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને ગાયોને દત્તક લેવા માટે પણ કહ્યુ. આ વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પોતાના જન્મ દિવસે 11 ગાયોને દત્તક લીધી હતી અને પોતાની ડ્રીમ ગાય દત્તક લેવાની યોજના પુણ્યકોટીથી શરૂ કરી હતી. જ્યારે મંત્રી પ્રભુ ચૌહાણે આ જાહેરાત કરી તો તેમણે પણ 31 ગાયોને દત્તક લીધી છે, દરેક જિલ્લા માટે એક, સુદીપે મંત્રીને કહ્યું કે તેઓ પણ તેમની જેમ ગાયોને દત્તક લેશે.

Gujaratnow2 min read

Related News