જૂનાગઢના સુખપુરની સગીરાને 3 નહીં 9 હેવાને 7 માસ સુધી પીંખી; વધુ 6 શખ્સનાં નામ ખુલ્યાં

જૂનાગઢના સુખપુરની સગીરાને 3 નહીં 9 હેવાને 7 માસ સુધી પીંખી; વધુ 6 શખ્સનાં નામ ખુલ્યાં

જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સગીરાને યશ ઉર્ફે કાનો બાલા દુધાત્રા (રે. સુખપુર)એ સૌથી પહેલાં તેના ઘર નજીકજ રાત્રિનાં સમયે દબોચી લઇને દુષ્કર્મ આચર્યા બાદ વારાફરતી પોતાના મિત્રો પાસે પણ દુષ્કર્મ કરાવ્યું હતું. સગીરા જ્યારે પણ શાળાએ જતી હોય અથવા રીસેસમાં હોય ત્યારે છરી બતાવીને બોલાવી લેવાતી અને બાદમાં અધમ કૃત્ય આચરવામાં આવતું.  

યશે બાદમાં કેયુર હરસુખ વાગડીયા (રે. માખિયાળા) અને દિવ્યેશ ઉર્ફે ગીલી ચંદુ ગજેરા (રે. વડાલ) ને પણ બોલાવી સગીરાને પીંખી હતી. સગીરા શાળાએ ન જતાં અને શાળાના નામથીજ ગભરાઇ જતાં પિતાએ ફોસલાવીને આખી વાત કઢાવતાં પુત્રી પરનો અત્યાચાર બહાર આવ્યો હતો. આથી આખરે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે તુરતજ ત્રણેયને પકડી લઇ લાલ આંખ કરતાંજ ત્રણેય વાસનાના વરુઓ બકરીની માફક બેંબેં કરવા લાગ્યા હતા. અને બાકીના 6 શખ્સોનાં નામ પણ બકી દીધા હતા.

જેના આધારે પોલીસે જયેશ કાનજી હિરપરા (ઉ. 40, રે. સુખપુર), રાકેશ બાબુ હિરપરા (ઉ. 40, રે. સુખપુર), ધર્મેશ બાલુ પારખીયા (ઉ. 37, રે. સુખપુર), કૃતિક રાજેશ શીંગાળા (ઉ. 19, રે. સીચોડ), પિયુષ હરસુખ હિરપરા (ઉ. 32, રે. સુખપુર) અને સાગર જગદીશ મૂળિયા (ઉ. 20, રે. કેરાળા)ની ધરપકડ કરી હતી. અને તેઓના નિવેદનો લીધા હતા.

સગીરાનું સર્વસ્વ લૂંટતા રહેલા શેતાનો પોલીસ સમક્ષ પોપટ બની ગયા હતા. અને પોતે આચરેલા ગુનાની સીલસીલાબંધ હકીકતો ઓકી નાંખી હતી. પોલીસે છએયને મેડીકલ ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. બનાવની તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઇ ગઢવી ચલાવી રહ્યા છે.

સગીરાના માતા-પિતા સવારથી કામે જતા હોવાનો ફાયદો ઉઠાવ્યો
યશ સુખપુર ગામનોજ હોવાથી તેને ખબર હતી કે, સગીરાના માતા-પિતા સવારથી કામે જતા રહે છે અને છેક સાંજે પાછા આવે છે. આથી તે ઘરમાં એકલીજ હોય વળી શાળાએ પણ એકલીજ જતી હોઇ તેને ફાવતો લાગ મળી જતો હતો. વળી તે હટ્ટોકટ્ટો હોઇ સગીરા તેનાથી ડરી ગઇ હતી. અને કઇ બોલી શકી ન હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow