શાળાનો સમય કલાક મોડો કરવા છૂટછાટ, બીમારને સ્કૂલે નહીં મોકલવા સૂચના

શાળાનો સમય કલાક મોડો કરવા છૂટછાટ, બીમારને સ્કૂલે નહીં મોકલવા સૂચના

રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ કાતિલ ઠંડીની લહેર અનુભવાઈ રહી છે. તાપમાનનો પારો ગગડતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે ત્યારે સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાંઓ અને મોટા વિદ્યાર્થીઓને થઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલનો સવારનો સમય એક કલાક સુધી મોડો કરવા સ્વેચ્છાએ નિર્ણય લઇ શકે તે માટેની છૂટછાટ આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક શાળા સંચાલક પોતાની રીતે જ તેમની શાળાનો સમય મોડો કરી શકશે.

આ ઉપરાંત ઠંડીને કારણે બાળકોમાં શરદી, ઉધરસ તાવ જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બીમાર બાળકોને શાળાએ નહીં મોકલવા શાળાઓએ વાલીઓને પણ સૂચના આપી છે.સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે રાજકોટની કેટલીક શાળાઓએ ભૂલકાંઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ સ્કૂલનો સવારનો સમય અડધાથી એક કલાક સુધી મોડો કરાયો છે.

ખાસ કરીને પ્લે હાઉસ, એલકેજી, એચકેજી અને પહેલા-બીજા ધોરણના નાના બાળકોને ધ્યાનમાં રાખીને કેટલીક શાળાઓએ સ્કૂલનો સમય મોડો કરાયો છે. ઠંડી વચ્ચે વહેલી સવારે શાળાએ જતાં નાના બાળકોની સ્થિતિ દયનીય બની છે. વહેલી સવારે શાળા પહોંચવા બાળકોને ઊઠીને તૈયાર થવાની ફરજ પડે છે. મોટેરાઓ પણ ઠંડી સહન ન કરી શકે તેવા વાતાવરણમાં અનેક બાળકો બીમારીમાં પટકાયા છે.

ઠંડીને લીધે એવરેજ 10% વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે કેટલાક વાલીઓએ આવી કાતિલ ઠંડીમાં બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળી રહ્યા છે. હજુ ચાર-પાંચ દિવસ ઠંડીનું જોર રહેવાનું હોય મોટાભાગની શાળાઓમાં એવરેજ 10% બાળકોની ગેરહાજરી જોવા મળી રહી છે. જેમાંથી કેટલાક બાળકો ઠંડીને કારણે ગેરહાજર રહે છે તો કેટલાક નાની-મોટી બીમારીને લીધે શાળાએ આવવાનું ટાળે છે. જોકે શાળા સંચાલકોએ પણ બીમાર બાળકોને શાળાએ આવવાનું ટાળવું જોઈએ જેથી અન્ય બાળકોને ઇન્ફેક્શન ન લાગે તેવી સૂચના પણ આપી છે.

કેટલીક શાળાઓએ બાળકો માટે તકેદારી માટે સૂચનો પણ કર્યા

  • ઠંડીમાં આખું શરીર ઢંકાય એવી રીતે ગરમવસ્ત્રો પહેરીને બહાર નીકળવું.
  • બાળકો એકબીજાના વસ્ત્રો કે રૂમાલ,માસ્કનો ઉપયોગ ન કરે.
  • બપોરે અને રાત્રે ગરમ રસોઈ જમે, શક્ય હોય ત્યાં સુધી રાત્રે હળવો ખોરાક લે.
  • સવારે હળદર, કેસરવાળું દૂધ લે, ઠંડીમાં ઘરે બનાવેલી સૂંઠ-ગોળની ગોળીઓ લે.
  • શક્ય હોય ત્યાં સુધી બાળકો હોટેલ કે બહારના જંકફૂડથી દૂર રહે.
  • બાળકો વધારે પડતા બિનજરૂરી ઉજાગરા ન કરે.
  • ગરમ પાણી પીવાનો આગ્રહ રાખે, વોટર બોટલમાં પણ ગરમ પાણી લાવે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow