સતત બગાસા આવવા આપે છે ગંભીર બિમારીનાં સંકેતો, એક્સપર્ટ્સે કર્યાં છે કેટલાક ખુલાસા

સતત બગાસા આવવા આપે છે ગંભીર બિમારીનાં સંકેતો, એક્સપર્ટ્સે કર્યાં છે કેટલાક ખુલાસા

લોકો હંમેશા થાકેલા હોય અથવા તો ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે વારંવાર બગાસા ખાય છે. બગાસું આવવું સંપૂર્ણપણે સામાન્ય હોય છે અને દરેક વ્યક્તિ દિવસમાં 5 થી 19 વખત બગાસું ખાય છે.  

સ્લીપ ફાઉન્ડેશન મુજબ એવા ઘણા લોકો છે જે દિવસમાં 10 થી વધુ વખત બગાસું ખાય છે. કેટલાક અભ્યાસ મુજબ, એવા ઘણાં લોકો છે જે દિવસમાં લગભગ 100 વખત બગાસું ખાય છે. તેનુ એક સામાન્ય કારણ યોગ્ય સમય પહેલા જાગવું છે. ઘણી વખત વારંવાર બગાસા આવવા એ કોઈ ગંભીર બિમારીનો સંકેત હોય શકે છે. એક રિપોર્ટ મુજબ, વારંવાર બગાસા આવવા એ પણ કેટલીક દવાઓની આડ અસર હોય શકે છે. આવો તેના વિશે જાણીએ.

વારંવાર બગાસા આવવાના કારણો
વારંવાર બગાસા આવવા એ ઘણી વખત ગંભીર બીમારીનો સંકેત હોય શકે છે. ત્યારે જરુરી છે કે તમે તેના વિશે સાવચેત રહો. આ ઊંઘ સંબંધી   બિમારી જેમ કે ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાના સંકેત હોય શકે છે જેમાં દિવસમાં વધુ પડતી ઊંઘ આવે છે. એક્સપર્ટનું કહેવું છે કે વધુ પડતા બગાસા આવવા મેટાબોલિઝમ સાથે જોડાયેલી બિમારીનું કારણ હોય શકે છે.  

ઊંઘ પૂરી ન થવી - હંમેશા ઘણા લોકોને દિવસ દરમિયાન ખૂબ જ ઊંઘ આવે છે જેના કારણે તેમને વધુ પડતા બગાસા આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવું સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે કોઈ કારણોસર રાત્રે તમારી ઊંઘ પૂરી ન થઈ હોય. રાત્રે ઊંઘ ન આવવાને કારણે, તમે બીજા દિવસે ખૂબ જ થાક અનુભવો છો અને તમને વધુ બગાસા આવે છે.

ડાયાબિટીસ- બગાસા આવવા એ હાઈપોગ્લાઈસીમિયાની શરૂઆતના સંકેત હોય છે.   લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાથી બગાસા આવવાનું શરુ થઈ જાય છે.

સ્લીપ એપનિયા- સ્લીપ એપનિયાના દર્દીઓએ રાત્રે સૂતા સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણે રાત્રે તેમની ઊંઘ પૂરી નથી થતી.   જેના કારણે તેઓ   બીજા દિવસે ખૂબ જ થાક અનુભવે છે અને તેમને સતત બગાસા આવતા રહે છે. આ બિમારીમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્લીપ એપનિયામાં સૂતી વખતે શ્વાસ વારંવાર અટકે છે અને ચાલે છે. ખતરનાક વાત એ છે કે તેમાં ઊંઘમાં જ શ્વાસ બંધ થઈ જાય છે અને વ્યક્તિને તેની ખબર પણ નથી પડતી.

અનિંદ્રા- અનિંદ્રા પણ ઊંઘ સંબંધિત એક બિમારી છે. આ બિમારીમાં વ્યક્તિને રાત્રે ઊંઘ નથી આવતી અથવા તો   જો એકવાર જાગી જાય તો ફરી સુવા માટે મુશ્કેલની સામનો કરવો પડે છે.    રાત્રે ઉંઘ ન આવવાને કારણે લોકોને દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ આવવા લાગે છે જેના કારણે તેઓને ઘણા બગાસા આવે છે.

હ્રદયની બિમારી- વારંવાર બગાસા આવવાનું એક કનેક્શન વેગસ નર્વના કારણે થઈ શકે છે. જે મગજમાંથી હૃદય અને પેટ સુધી જાય છે. કેટલાક સંશોધનો અનુસાર, વધુ પડતા બગાસા આવવા એ પણ હૃદયની આસપાસ રક્તસ્રાવ અથવા હાર્ટ એટેકની સંભાવના તરફ ઈશારો કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow