આ 4 રાશિના જાતકોએ અચૂકથી પહેરવા જોઈએ આ રત્નો, મળશે સફળતા અને બદલાશે કિસ્મત

આ 4 રાશિના જાતકોએ અચૂકથી પહેરવા જોઈએ આ રત્નો, મળશે સફળતા અને બદલાશે કિસ્મત

કુંડળીમાં બૃહસ્પતિ શુભ સ્થિતિમાં, તેમના માટે પોખરાજ લાભદાયી

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વ્યક્તિના જીવનમાં ઘણુ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ મુજબ રત્નોને ધારણ કરીને ગ્રહોના અશુભ પ્રભાવથી બચી શકાય છે. આ રત્નોમાંથી એક છે પોખરાજ, જેને યલો સફાયર પણ કહેવામાં આવે છે. આ બૃહસ્પતિ ગ્રહનુ રત્ન માનવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ શુભ સ્થિતિમાં છે, તેના માટે પોખરાજ ઘણો લાભદાયી સાબિત થઇ શકે છે. આવા જાતકો ધન, કારકિર્દી, શિક્ષણની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત કરે છે. સામાન્ય રીતે લોકો વિચારે છે કે પોખરાજ કોઈ પણ પહેરી શકે છે, પરંતુ આમ બિલ્કુલ નથી. પોખરાજ ધારણ કરવાથી તમને સુખ-સમૃદ્ધી તો મળી શકે છે, પરંતુ સાથે આ ઘણા લોકો માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે.

આ રાશિના જાતકો પોખરાજ રત્ન ના પહેરે

જ્યોતિષ મુજબ, પોખરાજ આ 4 રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે. જો કે, વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર, કુંભ રાશિ અને લગ્નવાળા લોકોએ પોખરાજ રત્ન પહેરવાથી બચવુ જોઈએ. જો તમે તેને ધારણ કરવા માંગો છો તો એક વખત જ્યોતિષની સલાહ અવશ્ય લો.

આ રાશિના જાતકો ધારણ કરે પોખરાજ

મેષ રાશિ

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ હોય છે અને મંગળનો સંબંધ બૃહસ્પતિ સાથે છે. આ ઉપરાંત મેષ રાશિના નવમા અને બારમા ભાવ પર પણ બૃહસ્પતિનો પ્રભાવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મેષ રાશિના જાતકોને પોખરાજ ધારણ કરવો લાભદાયી રહે છે. આ ધારણ કરવાથી વ્યક્તિને ધન-વૈભવ મળે છે. આ સાથે આ રત્ન ધારણ કરવાથી મેષ રાશિના જાતકોના બધા કામ પૂરા થવા લાગે છે.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. જેનો પોતાના સ્વામી સાથે શાંત અને કોમળ સંબંધ છે. જો જાતકની કુંડળીમાં ગુરૂ છઠ્ઠા અને નવમા ભાવમાં હોય તો પોખરાજ ધારણ કરવો સારો રહેશે. જેને ધારણ કરવાથી જાતકને પેટ, હૃદય અને શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ લાભ મળશે. પરંતુ જો કુંડળીમાં બૃહસ્પતિ છઠ્ઠા અથવા અશુભ સ્થિતિમાં છે તો તેને ક્યારેય એકલો ના પહેરો. પરંતુ જો તમે પોખરાજ ધારણ કરવા માંગો છો તો તેને ગુરૂ યંત્રની સાથે ધારણ કરો. જેનાથી તેના નકારાત્મક પ્રભાવ સમાપ્ત થશે.

ધન રાશિ

ગુરૂ ધન રાશિમાં પહેલા અને ચોથા ભાવનો સ્વામી છે. આ સ્થાન અત્યંત શુભ છે. તેથી ધન રાશિના જાતકોએ પોખરાજ અવશ્ય ધારણ કરવો જોઈએ. જેનાથી તમને શારીરીક અને માનસિક લાભ મળશે. પોખરાજ રત્ન ધારણ કરવાથી ધન રાશિના જાતકોના સ્વાસ્થ્ય અને સંબંધોમાં પણ મજબૂતી આવે છે.

મીન રાશિ

ગુરૂ મીન રાશિમાં પહેલા અને દસમા ભાવનો સ્વામી છે. એવામાં આ અત્યંત સારું ફળ આપે છે. તેથી આ રાશિના જાતકોએ પોખરાજ અવશ્ય ધારણ કરવો જોઈએ. આ તમારા તણાવને ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે આ મગજ અને મનને પણ શાંત રાખે છે. જો મીન રાશિના જાતકો જે બિઝનેસમેન હોય તેવા લોકો પોખરાજ પહરે છે તો તેમને વેપારને આગળ વધારવા અને નવી ઊંચાઈઓ પર લઇ જવામાં પણ મદદ મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow