શિવલિંગ પર દરરોજ ચડાવો આ વસ્તુઓ: ભોલેનાથ થશે પ્રસન્ન, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધી

શિવલિંગ પર દરરોજ ચડાવો આ વસ્તુઓ: ભોલેનાથ થશે પ્રસન્ન, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધી

એવી માન્યતા છે કે જે વ્યક્તિને ભગવાન શંકરની કૃપા મળે છે, તેનું જીવન સમૃદ્ધ બને છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભોલેશંકરને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. તેથી જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ અને અલગ અલગ ઉપાયો કરે છે. ખાસ કરીને સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. જો આ દિવસે શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ચઢાવવામાં આવે તો તે જલ્દી ખુશ થઈ જાય છે.

ચોખા
ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા માટે સોમવારે શિવલિંગ પર કાચા ચોખા ચઢાવો. જો કે, આ સમય દરમિયાન ધ્યાન રાખો કે ચોખાનો એક પણ દાણો તૂટેલો અથવા તો ખંડીત ન હોવો જોઈએ. આમ કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

આર્થિક તંગી થશે દૂર
આ સાથે શિવલિંગ પર દરરોજ પાંચ દાણા ચોખા અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિના ઘરમાં હંમેશા ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ બની રહે છે અને તેને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

દાન
સોમવારે શિવલિંગની પૂજા કરતી વખતે પૂજામાં 11 મુઠ્ઠી કાચા ચોખા મુકો. એક મુઠ્ઠી ચોખા શિવલિંગ પર અર્પણ કરો અને બાકીના ચોખા મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ ઉપાય સતત સાત સોમવાર કરો. આમ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow